- આણંદમાં GST વિભાગનો સપાટો
- ગંજબજારના વેપારીઓ પર GST વિભાગનો સર્વે
- પાન મસાલા ગુટખાના હોલસેલ વેપારીઓની દુકાને દરોડા
- GST વિભાગના સર્વેથી વેપારીઓમાં ફફડાટ
આણંદ: તહેવારોની સિઝન ચાલી રહી છે. બીજી તરફ કોરોનાના કારણે બજારોમાં ગ્રાહકોનો ઘસરો ઓછો દેખાય રહ્યો છે. જે વેપારીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. તેવામાં ઘણાં વેપારીઓ દ્વારા પૈસા બચાવવા અવનવા નુસખા અજમાવી ટેક્સની ચોરી કરવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે.આણંદમાં પણ આવાજ વેપારીઓને ત્યાં GST વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.
GST વિભાગના દરોડા
આણંદના સરદાર ગંજ બજારમાં આવેલા વાશું કોર્પોરેશન નામની પેઢી પર તહેવારોના દિવાસોમાં GST વિભાગે દરોડો કરી સર્વેની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બાદ ટેક્સની ચોરી કરતા આણંદના વેપારીઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બીજી તરફ વેપારીને ત્યાં બંધ શટરમાં GST વિભાગે સર્વેની પ્રક્રિયા હાથ ધરી વેપારીના એકાઉન્ટ અને સ્ટોકનું ચેકીંગ હાથ ધર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે .આજ વેપારીઓને ત્યાં અગાઉ GST વિભાગ કાર્યવાહી કરી ચૂકી છે, ત્યારે ફરીથી દિવાળીના દિવસોમાં સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા કોઈ મોટી કર ચોરી બહાર આવી શકે તેવી ચર્ચાએ વેગ પકડ્યો હતો.
આણંદમાં GST વિભાગનો સપાટો, ગંજ બજારના વેપારીઓ પર કરી કાર્યવાહી અહીં ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ ટેક્સની ચોરી કરતા વેપારીઓ માટે લાલબતી સમાન છે. જ્યારે થોડાં આર્થિક ફાયદાનું વિચારી વેપારીઓ દ્વારા ટેક્સની ચોરી કરવામાં આવે છે.