ગુજરાત

gujarat

ETV Bharat / state

Gram Panchayat Elections 2021: કોંગ્રેસના ગઢ આસોદરમાં પ્રતિષ્ઠાનો જંગ - આણંદ ભાજપ

કોંગ્રેસના ગઢ સમાન આંકલાવ તાલુકામાં ગ્રામપંચાયતની ચૂંટણી (Gram Panchayat Elections 2021) ભાજપ (Anand BJP) અને કોંગ્રેસ (Anand Congress) વચ્ચે વર્ચસ્વમાં વહેંચાયેલી બની ગઈ છે. આંકલાવ વિધાનસભા ક્ષેત્રમાં અતિ મહત્વ ધરાવતી આસોદર ગ્રામપંચાયત સરપંચની ચૂંટણીમાં (Asodar Sarpanch Election) આ વખતે અનુસૂચિત જાતિ અનામત બેઠક આવેલ હોઈ બન્ને રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારો ઉભા કરેલા છે. વળી વોર્ડમાં પણ ભાજપ કોંગ્રેસ કાર્યકરો વચ્ચે જંગ ખેલાયો છે.

Gram Panchayat Elections 2021: કોંગ્રેસના ગઢ આસોદરમાં પ્રતિષ્ઠાનો જંગ
Gram Panchayat Elections 2021: કોંગ્રેસના ગઢ આસોદરમાં પ્રતિષ્ઠાનો જંગ

By

Published : Dec 11, 2021, 8:23 PM IST

  • આણંદ જિલ્લામાં આસોદર ગ્રામપંચાયત પ્રતિષ્ઠાભર્યો જંગ
  • ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર આમનેસામને
  • 12 વોર્ડના 26 નાગરિકોએ સભ્ય માટે નોંધાવી દાવેદારી

આણંદ: આસોદરમાં બન્ને પક્ષના આગેવાન કાર્યકરો સરપંચ (Asodar Sarpanch Election) અને સભ્યોને જીતાડવા બે ભાગમાં વહેંચાયેલ જોવા મળી રહ્યા છે. પૂર્વ સરપંચ મનુભાઈ કોઈ પણ કાળે પંચાયતનો વહીવટ ભાજપ પ્રેરિત (Anand BJp ) ઉમેદવાર પાસે ન જાય અને રિટાયર્ડ gnfc કર્મચારી વિજયી બને તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો બીજી તરફ ભાજપ 20 વર્ષોથી પંચાયતમાં સભ્ય તરીકે કામ કરી ચૂકેલા વિનુભાઈ પરમારને સરપંચ તરીકે જીતાડવા માટે સ્થાનિક સંગઠન (Anand Congress) મેદાને ઉતર્યું છે.

3 ઉમેદવારો સરપંચ પદ માટે મેદાનમાં

આણંદ જિલ્લામાં આવેલ આંકલાવ તાલુકાનું ગામ આસોદરમાં આ ચૂંટણીમાં (Gram Panchayat Elections 2021) 3 ઉમેદવારો સરપંચ પદ માટે જ્યારે 26 સભ્ય ઉમેદવાર 12 વોર્ડમાં મેદાનમાં ઉતર્યા છે. જોકે આ ચૂંટણીમાં કોંગ્રેસના (Anand Congress) બે ઉમેદવાર મેદાને છે જેમાં અનુસૂચિત જાતિના રિટાયર્ડ એન્જીનયર રમણભાઈ મહિજીભાઈ પરમાર તેમ અન્ય ચીમનભાઈ એ ઉમેદવારી કરી છે. જ્યારે ભાજપે (Anand BJp ) 20 વર્ષથી પંચાયતમાં સભ્ય એવા વિનુભાઈ પ્રભુદાસ પરમાર ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે.ગામમાં 7051 મતદારો છે જેમાં 3613 પુરુષ અને 3438 સ્ત્રી મતદારો છે,જે ગામનો ભાવિ સરપંચ નક્કી કરશે જેમાં આશરે 5000 ક્ષત્રિય(બક્ષીપંચ) વસ્તી છે,બાકી 2000ની આસપાસ અન્ય જ્ઞાતિની વસ્તી છે. જે સરપંચનો તાજ કોને પહેરાવશે તે 21મી ડિસેમ્બરે આવનાર પરિણામમાં જાહેર થશે.

નટુભાઈ પઢીયારના કુટુંબનું વર્ચસ્વ

મહત્વનું છે કે આસોદર પંચાયતમાં 1998 ઉપરાંતથી 2017 સુધી પંચાયતમાં સત્તાકીય અને રાજકીય રીતે નટુભાઈ પઢીયારના કુટુંબનું વર્ચસ્વ રહેલું હતું. જે ગૃપ હાલ (Anand BJp ) ભાજપ પાસે હોઈ ભાજપ પંચાયત કબ્જે (Gram Panchayat Elections 2021) કરવાનો દાવો કરી રહી છે. જોકે ગત ટર્મમાં 2017માં ભારે રસાકસી ભરી ચૂંટણીમાં કોંગ્રેસના મનુભાઈ પઢીયાર (Asodar Sarpanch Election) ચૂંટણી જીત્યા હતાં અને અહીં જે (Anand Congress) દબદબો હાલ પણ કાયમ છે,આસોદર ગામમાંથી પસાર થતા સિક્સ લેન હાઇવેની ડિઝાઇનને લઈને વિવાદ વકર્યો હતો ત્યારે તત્કાલીન નાયબ મુખ્યપ્રધાન અને માર્ગમકાન પ્રધાન નીતિન પટેલ દ્વારા સ્થાનિક નાગરિકોની રજૂઆત સાંભળીને આસોદર ચોકડી ખાતે વેપારીઓના વ્યવસાયને અસર ન પહોંચે તે પ્રમાણેની વ્યવસ્થા કરી વિસ્તારના સામાન્ય માણસની ચિંતા કરી હતી. સ્થાનિક નેતૃત્વના હકારાત્મક પ્રયત્નો થકી 5000 જેટલા નાના મોટા નાગરિકોની આજીવિકા સલામત બની હતી.

સરપંચ પદ સહિત વોર્ડમાં પણ ભાજપ કોંગ્રેસ કાર્યકરો વચ્ચે જંગ

વિકસતા જતા ટાઉન જેવું આસોદર

આસોદર ગામ એ આંકલાવ વિધાનસભા બેઠકમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું ગામ છે,આ ગામ વાસદ બગોદરા સિક્સ લેન હાઇવે અને પાદરા વડોદરાને આણંદ જિલ્લા સાથે જોડતા માર્ગ પર આવેલ હોવાથી અહીં રોજગારીની તકો વિકસીત બની છે. જેના પરિણામે આસોદર ચોકડી આસપાસના 10 જેટલા નાના મોટા ગામોના નાગરિકો માટે ધંધારોજગારનું કેન્દ્ર બની ઉપસી આવ્યું છે. સાથે આસોદર ગામે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ આવેલ હોય અહીં ખેડૂતો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ શાકભાજી અને બાગાયતી પાકના નિકાલ માટે રાજ્યકક્ષાનું મહત્ત્વ ધરાવતી apmc ગણવામાં આવે છે. માટે આસોદરના નાગરિકો માટે યોગ્ય સરપંચની (Asodar Sarpanch Election) પસંદગી કરવી જરૂરી બને છે. જે મતદારોનો મિજાજ 21 ડિસેમ્બરે (Gram Panchayat Elections 2021) જાણી શકાશે.

આ પણ વાંચોઃ Gram Panchayat Elections 2021: પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેક્ટરે યોજી પત્રકાર પરિષદ

આ પણ વાંચોઃ Samras Gram Panchayat Maska : વિવિધ જ્ઞાતિની વસતી ધરાવતું ગામ 30 વર્ષ બાદ સમરસ બન્યું

ABOUT THE AUTHOR

...view details