ગુજરાત

gujarat

ETV Bharat / state

GRAM PANCHAYAT ELECTION 2021:આણંદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિ પૂર્ણ વાતાવરણમાં મતદાન - Voting atmosphere in Gram Panchayat

આણંદ જિલ્લામાં 180ગ્રામ પંચાયતમાં મતદાનનો માહોલ આજે વહેલી સવારથી જામ્યો છે. ત્યારે આણંદ જિલ્લામાં સવારના 7 વાગ્યા થી બપોરે 3 વાગ્યા સુધીમાં 57.11 ટકા મતદાન નોંધાયું હતું.

GRAM PANCHAYAT ELECTION 2021:આણંદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિ પૂર્ણ વાતાવરણમાં મતદાન
GRAM PANCHAYAT ELECTION 2021:આણંદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિ પૂર્ણ વાતાવરણમાં મતદાન

By

Published : Dec 19, 2021, 8:02 PM IST

આણંદઃ જિલ્લામાં 180 ગ્રામ પંચાયતમાં મતદાનનો માહોલ આજે વહેલી સવારથી જામ્યો છે. ત્યારે આણંદ જિલ્લામાં સવારના 7 વાગ્યા થી બપોરે 3 વાગ્યા સુધીમાં 57.11 ટકા મતદાન નોંધાયું હતું,આણંદ જિલ્લામાં 180 ગામ પંચાયતમાં કુલ મળી 745531 મતદારો દ્વારા મતદાનના અધિકારનો ઉપયોગ કરી પોતાની પસંદગીના ઉમેદવાર પર મહોર મારવામાં આવશે જેમાંથી બપોરે 3 વાગ્યા સુધીમાં 4,25,803 મતદારો દ્વારા મતદાન કરવામાં આવી ચુક્યુ છે.

આણંદ જિલ્લામાં આવેલ 8 તાલુકામાં બાપરે 3 વાગ્યા સુધીમાં મતદાન
આણંદ તાલુકામાં 52.92 ટકા (3 વાગ્યા સુધી જિલ્લામાં સૌથી ઓછું)
ઉમરેઠ તાલુકામાં 60.00ટકા
બોરસદ તાલુકામાં 57.52ટકા
આંકલાવ તાલુકામાં 59.17ટકા
પેટલાદ તાલુકામાં 53.84ટકા
સોજીત્રા તાલુકામાં 58.30ટકા
ખંભાત તાલુકમાં 58.36ટકા
તારાપુર તાલુકામાં 68.93ટકા (3 વાગ્યા સુધી જિલ્લામાં સૌથી વધુ)

આ પણ વાંચોઃGRAM PANCHAYAT ELECTION 2021: ગુજરાતમાં ૮૬૯૦ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૧૧ વાગ્યા સુધીમાં સરેરાશ ૧૭ ટકા મતદાન
આ પણ વાંચોઃSevere Cold Wave in Gujarat 2021: ક્યાં કેટલું તાપમાન, જુઓ

ABOUT THE AUTHOR

...view details