ગુજરાત

gujarat

ETV Bharat / state

રાહતના સમાચાર: અરજદારોના RTOને લગતા આ કામોની મુદ્દતમાં વધારો કરાયો

કોરોનાના કપરા કહેરને કારણે દેશમાં લાખો લોકોના મોત નિપજ્યા છે. આથી, સાવચેતીના ભાગરૂપે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે નિર્ણય લીધો છે કે, મોટરસાયકલ દસ્તાવેજો કે જે 30 સપ્ટેમ્બર સુધી માન્ય રાખવામાં આવશે. આ અગાઉ પણ ડ્રાઇવિંગ લાઇસન્સ, નોંધણી પ્રમાણપત્ર (RC Book) અને મોટર વાહન દસ્તાવેજોની માન્યતા વધારીને 30 જૂન, 2021 સુધી વધારી દેવામાં આવી હતી.

અરજદારોના RTOને લગતા આ કામોની મુદ્દતમાં વધારો કરાયો
અરજદારોના RTOને લગતા આ કામોની મુદ્દતમાં વધારો કરાયો

By

Published : Jun 17, 2021, 9:04 PM IST

  • અગાઉ 30 જુન સુધીની મર્યાદામાં કરાયો હતો વધારો
  • ડ્રાઇવિંગ લાઇસન્સ, RC માટે 30 સપ્ટેમ્બર સુધી સમય વધારાયો
  • રાજ્યના લાખો અરજદારોને થશે ફાયદો

આણંદ: કોરોના મહામારીના કારણે ઘણા બધા સરકારી કામો પર માઠી અસર જોવા મળી રહી છે. ત્યારે, અરજદારો અને સરકારી કર્મચારીઓની સુરક્ષાને ધ્યાને લઇને સરકારે રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના નિયમોમાં થોડી હળવાશ આપી છે. જેમાં, ડ્રાઇવિંગ લાઇસન્સ, નોંધણી પુસ્તિકા (RC BOOK), Vehicula Fitness Certificate જેવા દસ્તાવેજ માટે અગાઉ 30 જૂન સુધી અવધિ વધારવામાં આવી હતી. જેમાં વધારો કરીને સરકારે ઓથોરિટીને સૂચના આપી છે કે કોરોના મહામારીના કારણે અરજદારને આંતરરાજ્ય પ્રવાસ કરવામાં તકલીફ, આરોગ્યલક્ષી પ્રશ્નો, સંક્રમણનું જોખમ વગેરે મુદ્દાઓને ધ્યાને રાખીને ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક, સાધનનું ફીટનેસ સર્ટિફિકેટ વગેરે માટે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યા છે. જે 30 સપ્ટેમ્બર સુધી માન્ય રાખવા સલાહ આપવામાં આવી છે.

અરજદારોના RTOને લગતા આ કામોની મુદ્દતમાં વધારો કરાયો

આ પણ વાંચો:સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સ અને વાહનોના દસ્તાવેજોની મુદ્ત જુન સુધી લંબાવી

અગાઉ 30 જૂન સુધીનો સમય વધારાયો હતો

એન્ફોર્સમેન્ટ ઓથોરિટીને 30 સપ્ટેમ્બર 2021 સુધી દસ્તાવેજ કે જેની અવધિ 30 સપ્ટેમ્બર પહેલા કોઈપણ સમયે પૂર્ણ થતી હોય તે તમામ દસ્તાવેજો 30 સપ્ટેમ્બર સુધી માન્ય ગણવા સલાહ આપવામાં આવી છે. જે અંગે, અગાઉ પણ 30 જૂન સુધીનો સમય વધારવામાં આવ્યો હતો. જેની સમય મર્યાદા પૂર્ણ થતાં પહેલાં અન્ય 30 સપ્ટેમ્બર સુધીનો વધારો આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં આપવામાં આવેલો વધારો 30 જૂન સુધી માન્ય હતો. જેમાં હાલ 30 સપ્ટેમ્બર સુધીના વધારા અંગે જાહેરાત કરવામાં આવી છે. આથી, લાખો અરજદારોને આનાથી લાભ થશે.

અરજદારોના RTOને લગતા આ કામોની મુદ્દતમાં વધારો કરાયો

આ પણ વાંચો:અમદાવાદમાં બનાવટી ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવવવાનું રેકેટ ઝડપાયું

30 સપ્ટેમ્બર સુધી દસ્તાવેજ રહેશે માન્ય

ઉલ્લેખનીય છે કે, વાહનવ્યવહારને લગતા RTO ના મહત્તમ કામ હવે ઘરે બેઠા કરવા શક્ય બન્યા છે. ઓનલાઇન પધ્ધતીને કારણે મહામારીમાં અરજદાર ઘરે સુરક્ષિત રહી પોતાના RTO ને લાગતા કામો સરળતાથી કરી શકે છે. ત્યારે, આણંદ ARTO ઋત્વિજા દાણીએ અરજદારોને અપીલ કરી હતી કે, ઓનલાઇન સુવિદ્યાનો અરજદાર લાભ લે અને મહામારીના સમયે બહાર નીકળવાથી છુટકારો મેળવે. આ સાથે, તેમણે સરકારના 30 સપ્ટેમ્બર સુધીના એક્સટેન્શન વિશે જણાવતા કહ્યું હતું કે ડ્રાઇવિંગ લાઈન્સન, RC BOOK, ફિટનેસ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજોની અવધી પૂર્ણ થતી હોય તેવા અરજદારોને 30 સપ્ટેમ્બર સુધી તેમના આ દસ્તાવેજ માન્ય રાખવા માટે ઉચ્ચ સ્તરીય અધિકારીઓથી સૂચના મળી છે. જેથી, આણંદ જિલ્લાના અરજદારો 30 સપ્ટેમ્બર સુધી હવે તેમના દસ્તાવેજ માન્ય રહેશે.

ABOUT THE AUTHOR

...view details