ગુજરાત

gujarat

ETV Bharat / state

'સ્વેત ક્રાંતિની જેમ પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોએ ક્રાંતિ લાવવી પડશે': રાજ્યપાલ દેવવ્રત - Anand news

આણંદ કૃષિ યુનિવર્સિટીના જીમખાના મેદાનમાં ગુરુવારે ગુજરાતના માનનીય ગવર્નર આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી વિશે જાગૃત્તા લાવવા યોજાયેલ તાલીમ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નવ જિલ્લામાં થી આશરે 6000 જેટલા ખેડૂતોને સુભાષ પાલિકર પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી.

aa
સ્વેત ક્રાંતિની જેમ પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને ક્રાંતિ લાવવા રાજ્યપાલનું આહ્વાન

By

Published : Feb 13, 2020, 5:04 PM IST

આણંદઃ કૃષિ યુનિવર્સિટીના જીમખાના મેદાનમાં ગુરુવારે ગુજરાતના માનનીય ગવર્નર આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી વિશે જાગૃત્તા લાવવા યોજાયેલ તાલીમ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નવ જિલ્લામાંથી આશરે 6000 જેટલા ખેડૂતોને સુભાષ પાલિકર પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી.

સ્વેત ક્રાંતિની જેમ પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને ક્રાંતિ લાવવા રાજ્યપાલનું આહ્વાન
આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નવ જિલ્લાઓમાંથી આવેલ 6000 કરતા વધારે ખેડૂતોને જૈવિક અને પ્રાકૃતિક ખેતીથી થતા લાભથી માહિતગાર કરવા આવ્યા હતા. સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરવા માટે સુભાષ પાલિકર દ્વારા વિકસાવવામાં આવેલ પદ્ધતિ અંગે માહિતગાર કરી તાલીમ આપવામાં આવી હતી.આ પ્રસંગ આણંદ,વડોદરા,ખેડા, મહીસાગર, દાહોદ, અમદાવાદ, છોટાઉદેપુર,પંચમહાલ અને બોટાદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં આવેલ ધરતીપુત્રોને પ્રાકૃતિક ખાતી તરફ વળવા અને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી થતા નુકસાન અંગે માહિતગાર કરીને તેનો ઉપયોગ ટાળવા માટે મહામહિમ રાજ્યપાલ દ્વારા આહ્વાન કરવા આવ્યું હતું.

પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે જણાવતા રાજ્યપાલ દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આ ખેતી ખુબજ ઓછા ખર્ચમાં ખેડૂતને વધુ ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થઇ શકે છે. જે રાસાયણિક ખેતી કરતા ઘણીજ ફાયદ કારક અને ઓછી ખર્ચાળ છે.

સુભાષ પાલેકલની પ્રાકૃતિક ખેતી પદ્ધતિને આપનાવ અને તેનાથી જમીનને મળતા પોષણ અંગે ખેડૂતોમાં જાગૃતતા લાવવા માટે યોજાયેલા કાર્યક્રમમાં જીવમૃત બીજામૃત બ્રહ્માસ્ત્ર જેવા અનેક પ્રાકૃતિક ખાતર બનાવવાની રીતથી ખેડૂતોને તેમની આવક બમણી કરવાની સરળ રીતની તાલીમ આપવામાં આવી હતી.

આ પ્રસંગે પુનમચંદ પરમાર ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ કૃષિએ જણાવ્યું હતું કે, જે પ્રમાણે દેશમાં અહિંસક આંદોલન અખંડ ભારત સ્વેત ક્રાંતિ હરિત ક્રાંતિની શરૂઆત ગુજરાત રાજ્યમાંથી થઈ હતી, તે જ રીતે હવે પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ ગુજરાતમાંથી કરવાની શરૂઆત રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવી છે. જે ભવિષ્યમાં એક મોટો બદલાવ આવવામાં મદદરૂપ થશે, વધુમાં તેમણે રાસાયણિક ખેતીથી જમીન પાક અને મનુષ્યોને થતા નુકસાન અંગે માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતીનું મહત્વ ખેડૂતોને સમજાવ્યું હતું.

આ પ્રસંગે રાજયના નવ જિલ્લામાં થઈ આવેલ સફળ પ્રાકૃતિક ખેતી કરતા 20 કરતા વધારે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીથી પોતાને થયેલ અનુભવો બીજા ખેડૂતોને જણાવ્યા હતા. આવેલ તમામ જિલ્લામાંથી આવેલ ખેડૂતોના તાલુકા મથક પર કન્વીનર અને સહ કન્વીનરની નિમણૂક કરી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને તાલીમ આપવા નિમણુંક કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details