ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સરકારી અધિકારીઓએ કર્યું મતદાન - Jilla Panchayat

આ રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે. જોકે, આ પહેલા આણંદમાં ચૂંટણી પ્રક્રિયા અને વ્યવસ્થામાં જોડાયેલા સરકારી કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પહેલાં સરકારી અધિકારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રવિવારે જિલ્લા-તાલુકા પંચાયતો અને 6 નગરપાલિકાઓની ચૂંટણીમાં મતદાન થશે.

આણંદમાં ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સરકારી અધિકારીઓએ કર્યું મતદાન
આણંદમાં ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સરકારી અધિકારીઓએ કર્યું મતદાન

By

Published : Feb 26, 2021, 12:40 PM IST

  • સરકારી અધિકારીઓએ બેલેટ પેપરથી કર્યું મતદાન
  • આગામી ચૂંટણી પ્રક્રિયામાં ફરજ પર રહશે હાજર
  • ફરજ દરમિયાન મતાધિકારનો કર્યો ઉપયોગ
  • આણંદમાં મામલતદાર કચેરીએ થયું આયોજન

આણંદઃ આ રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે. જોકે, આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સરકારી અધિકારીઓ એ દિવસે આખો દિવસ વ્યવસ્થામાં હોવાથી તેઓ તે દિવસે મતદાન કરી શકતા નથી. એટલે આવા સરકારી અધિકારીઓ મતદાન કરી શકે તે માટે આણંદની મામલતદાર કચેરીએ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં સરકારી અધિકારીઓએ બેલેટ પેપરના માધ્યમથી મતદાન કર્યું હતું.

આણંદમાં ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સરકારી અધિકારીઓએ કર્યું મતદાન

આણંદ પાલિકામાં સમાવિષ્ટ અધિકારીઓએ મતાધિકારનો કર્યો ઉપયોગ
28 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ કે જેઓ નગરપાલિકા કચેરી, કલેક્ટર કચેરી, પોલીસ વિભાગ, તાલુકા જિલ્લા પંચાયત કચેરી સહિતના અન્ય સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાનો ઈચ્છિત મત આપી શકે તે માટે સમગ્ર આયોજન કરાયું હતું.

આણંદમાં ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સરકારી અધિકારીઓએ કર્યું મતદાન

બેલેટ પેપરથી મતદાન કરવા કરાઈ ખાસ વ્યવસ્થા

આણંદ પાલિકામાં સમાવિષ્ટ સરકારી કર્મચારીઓ દ્વારા શહેર મામલતદારની ઓફિસમાં નાયબ મામલતદારની હાજરીમાં બેલેટ પેપરથી મતદાનની ખાસ સુવિધા ઊભી કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનાર કર્મચારીઓ દ્વારા બેલેટ, પેપરથી મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details