આણંદઃગુજરાતમાં દારૂબંધી છે અને તેના અમલ માટે સરકારે(Government official drunk )અધિકારીઓની નિમણુંક કરેલી હોય છે. વિવિધ અધિકારીઓને તેમની સત્તા પ્રમાણે નિયમોનું પાલન કરાવવાની સત્તા (Vidyanagar Deputy Mamlatdar) આપીલી હોય છે. પરંતુ ઘણાકિસ્સામાં આ જવાબદાર અધિકારીઓ જ પોતાની ફરજ ચુકીને એવા કામ કરી બેસતા હોય છે. જે ઈમાનદાર અધિકારીઓની કામગીરી પર સવાલ ઉભા કરી દેતા હોય છે. આવીજ એક ઘટના વિદ્યાનગરમાં સામે આવી છે જ્યાં એક નિવૃત્ત સરકારી અધિકારીએ જાહેરમાં નશા બંધીના કાયદાના લીરેલીરા ઉડાવ્યા છે.
મામલતદાર નશાની હાલતમાં ઝડપાયો
આણંદ જિલ્લામાં નાયબ મામલતદાર અને ઇચાર્જ મામલતદાર (Government official drunk )તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા જે. કે. વાળા વિદ્યાનગર વડતાલ રોડ પર ભર બપોરે નશાની હાલતમાં ચકચુંર બની જાહેરમાં દારૂનું સેવન( Former Deputy Mamlatdar caught intoxicated)કરવા બેઠા હતા. જ્યાં વિદ્યાનગર પોલીસના ડી સ્ટાફના જવાનોને હાથમાં(Anand vidyanagar Police) આવી જતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.