સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હી ખાતે મળેલ મિટિંગમાં કેન્દ્રીય પ્રધાન અને દેશના દરેક ક્ષેત્ર સાથે જોડાયેલ અગ્રીમ હરોળમાં પ્રતિનિધિઓ વચ્ચે થયેલ ચર્ચામાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયેલે હૈયાધારણા આપતાં જણાવ્યું હતું કે મોદી સરકાર પશુપાલકોને નુકસાન થાય તેવા કોઈ નિર્ણય લેશે નહીં.
સરકાર RCEP લીડમાંથી ડેરી ઉદ્યોગને કદાચ રાખશે બાકાત: ચેરમેન - RCEP લીડ અને ડેરી ઉદ્યોગ
આણંદઃ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે થનાર રીઝનલ કોમ્પ્રેરેશીવ ઇકોનોમિક પાર્ટનરશીપ (RCEP) લીડને કારણે દેશ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા પશુપાલકોને સીધું નુકસાન થવાની શક્યતાઓ હોવાના કારણે ડેરી ઉદ્યોગ દ્વારા આ લિંગનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો હતો જેને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પશુપાલકો દ્વારા તથા ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલ સંસ્થાઓ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. હાલમાં જ કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ દ્વારા એક મિટિંગમાં દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલ સંસ્થાના પ્રતિનિધિઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે પશુપાલકોને અને ખેડૂતોને નુકસાન થાય તેવા કોઇપણ પ્રકારના કરાર સરકાર દ્વારા કરવામાં આવશે નહીં.
અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે આજે નિવેદન આપ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે થનાર RCEP લીડમાંથી ડેરી ક્ષેત્રને કદાચ બાકાત રાખવામાં આવે તેવી પશુપાલકો દ્વારા તથા amul તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે.
હાલમાં જ દિલ્હી ખાતે મળેલી એક બેઠકમાં કેન્દ્રીયપ્રધાન દ્વારા પણ ડેરી ક્ષેત્રે જોડાયેલ પ્રતિનિધિઓને હૈયા ધારણા આપવામાં આવી છે કે પશુપાલકોના હિતમાં સરકાર નિર્ણય લેશે. રામસિંહ પરમારના જણાવ્યાં પ્રમાણે કદાચ RCEP માંથી ડેરી ઉધોગને સરકાર બાકાત રાખશે જેથી પશુપાલન કરતા ખેડૂતોને આર્થિક નુકશાન પહોંચશે નહીં. હવે આવનાર 4 નવેમ્બરના રોજ જાણી શકાય કે સરકાર RCEP લીડમાં ડેરી ક્ષેત્રને આવરે છે કે નહીં.