- આણંદના આંકલાવમાં સરકારી અનાજનો મસમોટો જથ્થો ઝડપાયો
- મામલતદારની ટીમે અનાજની ગેરકાયદેસર થતી હતી હેરાફેરી ઝડપી
- 4.34 લાખના ઘંઉના 475 કટ્ટા જપ્ત કરાયા
- ડ્રાઇવર અને ક્લીનર સહીત 2 લોકોની અટકાયત
આણંદઃ રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને શ્રમજીવી પરિવારોને ધ્યાને રાખી તેમને સરકારી કોટામાંથી રાહત દરે અનાજ પૂરું પાડવામાં આવતું હોય છે. જે અનાજનો જથ્થો સાચા લાભાર્થીઓ સુધી પહોંચે અને તેમના જીવનનિર્વાહમાં મદદરૂપ થઈ રહે તે તાત્પર્યથી સરકાર દ્વારા મોકલવામાં આવતો હોય છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં સરકારી અનાજ લાભાર્થી સુધી પહોંચવાને બદલે કાળા બજારમાં વેચાઇ જતા હોવાના કિસ્સાઓ બનતા હોય છે, આવો જ એક કિસ્સો જિલ્લાના આંકલાવ પાસે બન્યો છે. આંકલાવ પાસે આવેલા આશોદર માર્ગ પરથી મામલતદાર દ્વારા સરકારી ઘઉંનો મોટો જથ્થો ભરેલી ટ્રકને ઝડપી પાડવામાં આવી છે, તેમજ આ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સરકારી અનાજની ગેરકાયદેસર થતી હતી હેરાફેરી
જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારી અનાજની ગેરરીતિ થતાં હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ અગાઉ પણ ઉમરેઠમાં સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું, ત્યારે મોડી રાત્રે આંકલાવ મામલતદાર દ્વારા સરકારી અનાજનો મોટો જથ્થો ભરીને હેરાફેરી કરતી ટ્રકને ઝડપી પાડવામાં આવી છે. આ ઘઉંની બોરીઓ વીરસદ થી ગાંધીધામ લઇ જતા દરમિયાન બાતમીના આધારે મામલતદાર દ્વારા ઝડપવામાં આવ્યો છે.
4 લાખથી વધુના ઘંઉના કટ્ટા જપ્ત કરાયા