ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારનો RCEPમાં સામેલ ન થવાનો નિર્ણય પશુપાલકોના હિતમાંઃ ડૉ. આર.એસ. સોઢી - પશુપાલનના ન્યૂઝ

આણંદ: બેંગકોકમાં આસીયન સંમેલન regional comprehensive economic partnership (RCEP) સમિટ યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હસ્તાક્ષર ન કરીને ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા 10 કરોડ કરતાં વધુ પશુપાલકોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે.જેને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મૅનેજિંગ ડિરેક્ટર ડૉ.આર.એસ સોઢીએ આવકાર્યો છે.

સરકારનો RCEPમાં સામેલ ન થવાનો નિર્ણય પશુપાલકોના હિતમાંઃ ડૉ. આર.એસ. સોઢી

By

Published : Nov 5, 2019, 2:48 PM IST

Updated : Nov 6, 2019, 8:54 AM IST

બેંગકોકમાં મળેલી RCEP સમિટમાં PM મોદીએ પ્રાદેશિક આર્થિક ભાગીદારીમાં સામેલ ન થવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જે પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા 10 કરોડથી વધુ ગરીબ પશુપાલકોના હિતમાં લેવાયો હોવાનું ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના MD ડૉ.આર.એસ સોઢીએ જણાવ્યું હતું.

સરકારનો RCEPમાં સામેલ ન થવાનો નિર્ણય પશુપાલકોના હિતમાંઃ ડૉ. આર.એસ. સોઢી
ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં ડૉ.આર.એસ સોઢીએ જણાવ્યું હતું કે," ભારતના 10 કરોડ પશુપાલકો માટે સરકાર દ્વારા લેવામાં આવેલાં આ નિર્ણય ખૂબ જ મહત્વનો સાબિત થશે. RCEPમાં ન જોડાવવાનો ઐતિહાસિક નિર્ણય ભારતના 10 કરોડ પશુપાલકોને તેમની આજીવિકા મેળવવામાં મદદરૂપ બનશે."
Last Updated : Nov 6, 2019, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details