ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતના GSECL પ્લાન્ટમાંથી 5.55 કરોડના સામાનની ચોરી, કર્મચારીઓ શંકાના દાયરામાં - ધુવારણનો GSECL પ્લાન્ટ

ખંભાત તાલુકાના ધુવારણ ખાતે આવેલા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના પાવર પ્લાન્ટમાંથી જુદા જુદા સ્પેરપાર્ટ ગેસ ટર્બાઇન સહિત 5.55 કરોડના સામાનની ચોરી થતાં અધિકારીઓ અને સિક્યુરિટી અધિકારી સહિત ફરજ પરના અન્ય સ્ટાફ દ્વારા સામાનની એકબીજાની મદદગારીથી બારોબાર સગેવગે કરાયો હોવાની શંકા હોવાથી, પ્લાન્ટના એડિશનલ ચીફ એન્જિનિયરે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાતના GSECL પ્લાન્ટમાંથી 5.55 કરોડના સામાનની ચોરી
ખંભાતના GSECL પ્લાન્ટમાંથી 5.55 કરોડના સામાનની ચોરી

By

Published : Jun 17, 2021, 6:57 PM IST

  • બકેટ ઓફ ગેસ ટર્બાઇન નંગ 86 તથા સાઉન્ડ ઓફ ગેસ ટર્બાઇન નંગ 12 ગુમ
  • 5 કરોડ 55 લાખ 2000 કિંમતનો સામાન ગુમ થયેલા હોવાનું જાણવા મળ્યું
  • ખંભાત રૂલર પોલીસ મથકે ઈપીકો કલમ 408 મુજબ ગુનો નોંધવામાં આવ્યો

ખંભાત: ધુવારણ ખાતે આવેલા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના 3 ગેસઆધારિત પ્લાન્ટ તથા એક સોલર આધારિત પ્લાન્ટ આવેલા છે. આ ઉપરાંત, હાલ એક સોલર પ્લાન્ટનું બાંધકામ ચાલુ છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ પ્લાન્ટની સુરક્ષા માટે ખાનગી કોન્ટ્રાક્ટ અંતર્ગત સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવે છે. ત્યારે, પ્લાન્ટના સ્ટોર રૂમમાં રાખેલા મટીરીયલનું વાર્ષિક ઓડિટ, ઓડીટ ટીમ દ્વારા કરવામાં આવે છે. આ બાદ, તેઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરવામાં આવતો હોય છે.

આ પણ વાંચો:ખેડાના ખલાડીમાં તસ્કરો ત્રાટક્યા, સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડ ચોરી ફરાર

5 કરોડ 55 લાખ 2000 ગુમ થયેલા હોવાની ફરીયાદ

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડનું છેલ્લે જૂન-જુલાઇ 2020માં ઓડિટ થયું હતું અને હાલમાં 2021નો વાર્ષિક ઇન્વેન્ટરી ઓડિટ ચાલુ છે. ત્યારે, આ પ્લાન્ટના ગેસ ટર્બાઇનમાં બકેટ ઓફ ગેસ ટર્બાઇન તથા સાઉન્ડ ઓફ ગેસ ટર્બાઇન સ્પેરપાર્ટ પ્લાન્ટના સ્પેર પાર્ટ્સ ખરાબ થઈ જતા તે મશીનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ, ગેસ ટર્બાઇનના સ્પેરપાર્ટ પૈકી બકેટ ઓફ ગેસ ટર્બાઇન નંગ 86 તથા સાઉન્ડ ઓફ ગેસ ટર્બાઇન નંગ 12 ગુમ થયેલા માલુમ પડયા હતા. જેની ઘસારા કિંમત 3,61,000 સાઉન્ડ ઓફ ગેસ ટર્બાઇન ના પાર્ટ કિંમત 43.32 લાખ અને કુલ કિંમત 5 કરોડ 55 લાખ 2000 ગુમ થયેલા હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો:સુરતના વરાછા વિસ્તારમાંથી 50 હજારના હીરાની થઇ ચોરી

પોલીસ મથકે ઈપીકો કલમ 408 મુજબ ગુનો નોંધાયો

આ સ્પેરપાર્ટ્સ જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરવાની હતી તેમ છતાં ગાર્ડની નિમણૂક કરવામાં આવી ન હતી. તેમજ અધિકારીઓ દ્વારા પોતાની ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવી તેઓને ગેસ ટર્બાઇન અને સાઉન્ડ ટર્બાઇનની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હોવા છતાં તેઓએ આ સ્પેરપાર્ટનો અપ્રમાણિકપણે નિકાલ કર્યો હોવાની શંકાના આધારે એડિશનલ ચીફ એન્જિનિયર દીલમસિંગ હીરાભાઈ વસાવાએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે આર.વી.વસાવા એન્જિનિયર જે સી પરીખ ડેપ્યુટી એન્જિનિયર બી.આર.પટેલ ડેપ્યુટી એન્જિનિયર એમ.બી.જયસવાલ જુનિયર એન્જીનીયર બી.એમ.મકવાણા સલામતી વિભાગના સિક્યુરિટી અધિકારી એસ.જી.લેઉવા અને મેસેજ ભક્તિ કન્સલ્ટન્ટ ખાનગી સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓ વિરુદ્ધ શંકાના આધારે ફરિયાદ નોંધાવતાં ખંભાત રૂલર પોલીસ મથકે ઈપીકો કલમ 408 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details