- આણંદ નગરપાલિકાની ત્રીજી સામાન્ય સભા મળી
- સામાન્ય સભામાં વિકાસના 132 કામો મંજુર
- સામાન્ય સભા ટાઉન હોલ ખાતે પાલિકા પ્રમુખ રુપલબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ
આણંદ: નગરપાલિકા પ્રમુખ રુપલબેન પટેલે એજન્ડાના 132 કામો સભામાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આગામી ચોમાસાને લઈને વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ ડ્રેઈન ચેમ્બરોની સફાઈ માટે તેમજ અમીન ઓટો સામેના કાંસના ગરનાળાની સાફ સફાઈ તેમજ બોક્સ ડ્રેઈનની સફાઈ માટે 22 લાખ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો :વટામણની 108ની ટીમે મહિલાની એમ્બ્યુલન્સમાં કરાવી સફળ ડીલીવરી
ફાયર બ્રીગેડમાં કર્મચારીઓની ભરતી માટે સમિતિની રચના કરવામાં આવી
નગરપાલિકા માટે એક બે વાહન ખરીદવા માટે 30 લાખ રુપિયાની મર્યાદામાં મંજુરી આપવામાં આવી હતી. તેમજ ફાયર બ્રીગેડમાં કર્મચારીઓની ભરતી માટે સમિતિની રચના કરવામાં આવી હતી. તેમજ હાલના બસ સ્ટેન્ડની જગ્યાએ સુવિધાસભર નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે એસટી નિગમને 7028.72 ચોરસ મીટર જમીન રુપિયા 1ના ટોકન દરે 99 વર્ષના ભાડા પટે એસટી નિગમને ફાળવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમજ નગરપાલિકામાં આકસ્મિક બનાવમાં મદદરુપ બની શકાય તે માટે નવી એમ્બ્યુલન્સ વાન ખરીદવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમજ શેલ્ટર હોમમાં CCTV કેમેરા, RO પ્યુરી ફાયર લોકર્સની ખરીદી કરવા માટે 1.90 લાખ રુપિયા મંજુર કરવામાં આવ્યા હતા. જ્યારે શહેરમાં ડોર ટુ ડોર વેસ્ટ કનેકશન માટે કોન્ટ્રાક્ટરની મુદત છ માસ માટે વધારવામાં આવી હતી.
આ પણ વાંચો : આણંદ શહેરમાં બજારો પાછા ખૂલતા વેપારીઓમાં આનંદ
નવી એમ્બ્યુલન્સ વાન ખરીદવા માટેનો ઠરાવ પસાર
આ બેઠકમાં અપક્ષ કાઉન્સીલર મહેશભાઈ વસાવાએ શહેરમાં તમામ વૉર્ડમાં રસીકરણની કામગીરી ઝડપથી થાય તે માટે રસીના ડોઝ ફાળવવાની માંગણી કરી હતી. જ્યારે કોંગ્રેસના કાઉન્સીલર સલીમશા દિવાને હાલમાં કાઉન્સીલરને તેમના વૉર્ડના કામ માટે 1 લાખ રુપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે તે ખુબ જ ઓછી હોવાથી દરેક કાઉન્સીલરની ગ્રાન્ટ વધારીને પાંચ લાખ કરવાની માગ કરી હતી, ત્યારે કોંગ્રેસના કાઉન્સીલર ડૉ. જાવેદ વ્હોરાએ રજુઆત કરતા કહ્યું હતું કે, હાલમાં નગરપાલિકામાં બાર મુસ્લીમ કાઉન્સીલરો ચુંટાયેલા છે અને શુક્રવારે બપોરે બાર વાગ્યાની જે સામાન્ય સભા બોલાવવામાં આવે છે તેને કારણે કાઉન્સીલરોને નમાજ પઢવા જવામાં તકલીફ પડે તેમ હોવાથી સભાનો સમય વહેલો રાખવા અથવા અન્ય દિવસે રાખવા રજૂઆત કરી હતી.