આણંદઆણંદ શહેરમાં પણ કોરોનાકાળના બે વર્ષની મુશ્કેલી ખતમ થયાં બાદ જનજીવન ધબકી રહ્યું છે ત્યારે ગણેશોત્સવ 2022 જેવો સાર્વજનિક તહેવાર ધામધૂમથી ઉજવાતો ( Ganesh chaturthi in anand 2022 )જોવા મળી રહ્યો છે. આણંદમાં ગણેશ ચતુર્થીના ઉત્સવની ધામધૂમથી ગજાનનના ભક્તો દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જ્યાં મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો દર્શન કરી બાપ્પા સમક્ષ શિશ ઝૂકાવી રહ્યાં છે.
આણંદમાં ગણેશ ચતુર્થીના ઉત્સવની ધામધૂમ જોવા મળી, વૃંદાવન ગ્રાઉન્ડ ગણેશ પંડાલની બોલબાલા - આણંદમાં ગણેશ ચતુર્થીના ઉત્સવની ધામધૂમ
ગુજરાતભરમાં ગણેશોત્સવની ધામધૂમ જોવા મળેી રહી છે. તેમાં આણંદના લોકો પણ બાકાત નથી. આણંદ શહેરમાં પણ ગણેશ પંડાલોમાં ગણેશ પ્રતિમાનું સ્થાપન કરી લોકો ભક્તિભાવથી ગજાનન આરાધના કરતાં જોવા મળી રહ્યાં છે. Ganesh chaturthi in anand 2022 , Anand AV road vrindavan ground ganesh pandal
હજારો સ્થળો પર પંડાલ આણંદ એવી રોડ પર ( Anand AV road ) આવેલા વૃંદાવન ગ્રાઉન્ડમાં ભવ્ય ગણેશ પંડાલ ( vrindavan ground ganesh pandal ) લાગ્યો છે. જ્યાં ભક્તોની ભારે ભીડ દર્શન કરવા ઉમટી રહી છે. આણંદમાં ગણેશ ચતુર્થીના દિવસે રંગેચંગે ગજાનંદ ગણપતિ બાપ્પાની આગમન યાત્રા યોજાઇ હતી. વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાનું શ્રધ્ધાપૂર્વક સ્થાપન અને પૂજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આણંદ જિલ્લામાં હજારો સ્થળો પર શ્રીજી ગજાનંદ ગણપતિ બાપ્પાનું પંડાલમાં સ્થાપન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો 20000 વેસ્ટ પ્લાસ્ટિક બોટલોમાંથી બનેલી ગણેશ મૂર્તિ
વૃંદાવન ગ્રાઉન્ડ ગણેશ પંડાલની બોલબાલાઆણંદ શહેરને વિદ્યાનગર સાથે જોડતા એવી રોડ પર બે વિશાળ ગણેશ પંડાલનું આયોજન હર્તકિલર ગ્રૂપ અને બીઓબી ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું છે. આ પંડાલમાં અદભૂત સુશોભન અને લાઈટિંગ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. છે. આ ગણેશ પંડાલમાં ભક્તોની દર્શન માટે ભારે ભીડ જામી રહી છે. મહત્વનું છે કે કોરોના મહામારીને લઇને બે વર્ષથી ગણેશ ચતુર્થીના તહેવાર પર સરકાર દ્વારા નિયંત્રણ લગાવવામાં આવ્યા હતાં. જેને કારણે આ ઊત્સવની રંગત થોડી ફીકી પડી હતી. ત્યારે આ વર્ષે સરકાર દ્વારા કોઈ નિયંત્રણ રાખવામાં આવ્યા નથી ત્યારે યુવાનો સહિત શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.