- એકના ત્રણ ગણા કરવામાં રૂ. 20 લાખની થઈ છેતરપીંડી
- આણંદના ભેજાબાજ દ્વારા અમદાવાદના વ્યક્તિ સાથે આચરવામાં આવ્યો વિશ્વાસઘાત.
- આણંદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
આણંદ: પૈસાની લાલચમાં ઘણીવાર લોકો વિશ્વાસઘાતનો ભોગ બની જતા હોય છે. આવો જ એક કિસ્સો આણંદમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં અમદાવાદના મેમનગર ખાતે રહેતા અને મુળ વીસનગરના રહીશ અંકિતભાઈ પટેલને આણંદના દીપકભાઈ પીરાભાઈ જોષી (મારવાડી)ને રાજુભાઈ ઉર્ફે અબ્દુલ ખલાક આદમભાઈ શીરુનો સંપર્ક થયો હતો. ત્યારે આ બંને જણાએ અંકિતભાઈને એકના ત્રણ ગણા નાણાં કરી આપવાની લાલચ આપી અંકિતભાઈનો વિશ્વાસ સંપાદન કર્યો હતો.
અબ્દુલ સાથે મળીને 20 લાખ રુપિયાની બેગ લઈ દસ મીનીટમાં ત્રણ ગણા રુપિયા લઈ પરત આવું છું
વિશ્વાસમાં લીધા બાદ ભેજાબાજો દ્વારા ગત તા. 27 એપ્રિલના રોજ અંકિતને ફોન કરીને રુ. 20 લાખ રુપિયા લઈ આણંદની સામરખા ચોકડી પાસે આવવા જણાવતા અંકિત 20 લાખ રુપિયા રોકડા લઈ આણંદની સામરખા ચોકડી પાસે એકતા હોટલ નજીક આવ્યા હતા. જ્યાં દીપક જોષી તેમને સુરત લઈ ગયો હતો. જ્યાં રાજુ ઉર્ફે અબ્દુલ સાથે મળીને 20 લાખ રુપિયાની બેગ લઈ દસ મીનીટમાં ત્રણ ગણા રુપિયા લઈ પરત આવું છું, તેમ કહી વાયદો કરી રુપિયા લઈ જઈ પરત આવ્યો ન હતો.