- આણંદમાં પીઝા ઓનલાઈન ઓર્ડર કરતા થઈ હતી છેતરપિંડી
- ઓનલાઈન 35,499નું ફંડ કર્યું હતું ટ્રાન્સફર
- આણંદ પોલીસે નાણા પરત અપાવ્યા
આણંદ : એકવીસમી સદી ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે. દેશમાં આવેલી ડિજિટલ ક્રાંતિ બાદ વર્તમાન સમયમાં લોકો ઘરે બેઠા ખરીદી કરતા થયા છે. તેમાં પણ કોરોના મહામારીમાં જ્યારે બજારમાં જવું લોકો અસુરક્ષિત માને છે, ત્યારે ઓનલાઈન કરવામાં આવતી ખરીદીનું પ્રમાણ વધી રહ્યું છે. હાલના સમયમાં લોકો લગભગ તમામ વસ્તુઓ ઓનલાઈન ખરીદવાનું વધુ અનુકૂળ માનતા બન્યા છે, ત્યારે ઓનલાઈન છેતરપિંડીનો પણ ભોગ બની બેસતા હોય છે. આવી જ એક ઘટના આણંદમાં બની છે.
આ પણ વાંચો -આણંદમાં નકલી રેમડેસીવીર ઇન્જેક્શન સાથે શખ્સ ઝડપાયો
35,499 રૂપિયા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી કરી
આણંદમાં રહેતા સ્નેહા પટેલ દ્વારા 24 એપ્રિલ, 2021ના રોજ ઓનલાઇન પીઝા મંગાવવા માટે એક ચોક્કસ સર્ચ પોર્ટલ પર પિઝા માટે ઓર્ડર કરવા સર્ચ કર્યું હતું. જ્યાં મળેલી લિંક પર ક્લિક કરી સામેથી કોઈક અજાણ્યા યુવક દ્વારા તેમના મોબાઈલમાં SMS ફોરવર્ડ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી જરૂરી બેન્ક ખાતાની માહિતી મેળવીને 35,499 રૂપિયા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી કરી હતી.