ગુજરાત

gujarat

By

Published : Apr 20, 2021, 2:19 PM IST

ETV Bharat / state

આણંદમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખે કર્યો કરફ્યૂનો ભંગ, રાત્રે 12 વાગે રસ્તા પર ઉજવ્યો જન્મદિવસ

આણંદ નગરપાલિકાના પુર્વ પાલિકા પ્રમુખે સોમવારે શહેરમાં કરફ્યૂ હોવા છતાં તેનો ભંગ કરીને બર્થ ડે ઉજવી હતી. આ મામલે પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Anand News
Anand News

  • આણંદ શહેરમાં કરફ્યૂ હોવા છતાં કરી જાહેરમાં ઉજવણી
  • પુર્વ પ્રમુખ દ્વારા ઉજવવામાં આવી હતી બર્થ ડે
  • વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે લીધી એક્શન

આણંદ: નગરપાલિકાના પુર્વ પાલિકા પ્રમુખ વિજય પટેલ (માસ્તર) સહિત અન્યો વિરૂદ્ઘ કરફ્યૂનો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાના અહેવાલ મીડિયામાં પ્રદર્શિત થયા હતા. આ અંગે શહેર પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ

આ પણ વાંચો :કોરોના સંક્રમણને અટકાવવા રાત્રી કરફ્યૂનો સમય વધાર્યો

જન્મદિવસ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરી હતી

આ મામલે મળતી મુજબ રાજ્યમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેઈનને લઈને આણંદ શહેરમાં પણ રાત્રીના 8 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કફર્યૂ અમલી છે. તેમ છતાં પણ ગત 17મી તારીખના રોજ પાલિકાના પુર્વ પ્રમુખ વિજય હરિભાઈ પટેલ (માસ્તર)નો જન્મદિવસ હોવાથી 16મી તારીખના રોજ મધ્યરાત્રીના સુમારે પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ સહિત કેટલાક મિત્રો વિજય માસ્તરના અક્ષર ફાર્મ રોડ સ્થિત સ્મિત બંગલે પહોંચી ગયા હતા અને નજીકમાં આવેલી ખુલ્લી જગ્યામાં વિજયભાઈ માસ્તરના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરી હતી.

પુર્વ પાલિકા પ્રમુખ

આ પણ વાંચો :રામોલમાં રાત્રિ કર્ફ્યૂ વચ્ચે યુવકોએ મોડી રાત્રે ફટાકડા ફોડી કરી આતશબાજી

પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

આ ઉજવણી દરમિયાન કોઈએ માસ્ક પણ પહેર્યા ન હતા અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હતુ. સાથે સાથે સમર્થકોએ ફટાકડા પણ ફોડ્યા હતા. આ વીડિયો સોમવારથી જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઉપરાંત ઇલેકટ્રોનિક- પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ અહેવાલોને ધ્યાને લઇને ભાજપ પક્ષ તરફે સૂચક અંગૂલિ નિર્દેશ થયો હતો. આ દરમયાન આજે મંગળવારે પોલીસે જાતે જ ફરિયાદી બનીને જાહેરનામા તથા સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ વિજય માસ્તર સહિત અન્ય શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસ સ્ટેશન

ABOUT THE AUTHOR

...view details