પૂર્વ સાંસદ દિલીપ પટેલ આણંદમાં ફસાયેલી છત્તીસગઢની ચાર વિદ્યાર્થીનીઓની વ્હારે આવ્યા - આણંદમાં લોકડાઉન
દેશભરમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉનના કારણે આણંદની અમૂલ ડેરીમાં 3 મહિનાની સ્ટુડન્ટ્સ ટ્રેનિંગ માટે આવેલી મૂળ છત્તીસગઢની રહેવાસી ચાર દીકરીઓ લોકડાઉન લંબાતા ગુજરાતમાં અટવાઇ હતી. આ સંજોગોમાં આણંદ જિલ્લાના પૂર્વ સાંસદ દિલીપ પટેલ દ્વારા છત્તીસગઢની આ ચારેય વિદ્યાર્થીનીઓની મદદ કરવામાં આવી હતી અને તેમને વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
![પૂર્વ સાંસદ દિલીપ પટેલ આણંદમાં ફસાયેલી છત્તીસગઢની ચાર વિદ્યાર્થીનીઓની વ્હારે આવ્યા પૂર્વ સાંસદ દિલીપ પટેલ આણંદમાં ફસાયેલી છત્તીસગઢની ચાર વિદ્યાર્થીનીઓની વ્હારે આવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7157203-795-7157203-1589207155515.jpg)
પૂર્વ સાંસદ દિલીપ પટેલ આણંદમાં ફસાયેલી છત્તીસગઢની ચાર વિદ્યાર્થીનીઓની વ્હારે આવ્યા
આણંદ: મૂળ છત્તીસગઢની રહેવાસી અને અટલબિહારી બાજપાઇ વિશ્વ વિદ્યાલયમાં ફૂડ ટેકનોલોજીની ચાર વિદ્યાર્થીનીઓ જાન્યુઆરી મહિનામાં અમૂલ ડેરીમાં સ્ટુડન્ટ્સ ટ્રેનિંગ માટે આવી હતી. વિદ્યાર્થીનીઓની તાલીમ 30 માર્ચના રોજ પૂર્ણ થઇ હોવા છતાં દેશભરમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉનના કારણે આણંદથી પરત વતન બિલાસપુર પરત ફરવુ શકય બનતું નહતું.
પૂર્વ સાંસદ દિલીપ પટેલ આણંદમાં ફસાયેલી છત્તીસગઢની ચાર વિદ્યાર્થીનીઓની વ્હારે આવ્યા
Last Updated : May 11, 2020, 11:40 PM IST