ગુજરાત

gujarat

ETV Bharat / state

3 વર્ષથી પેટલાદ રેલવે બ્રિજનું કામ બંધ, પ્રજા ત્રસ્ત - nadiyad

આણંદઃ પેટલાદ શહેરમાં બની રહેલા રેલવે ઓવર બ્રિજની 3 વર્ષથી ઠપ થયેલી કામગીરીએ સ્થાનિકોના નાકમાં દમ કરી નાખ્યો છે, જો ટૂંક સમયમાં આ મામલે નિર્ણય લેવામાં નહીં આવે તો પેટલાદવાસીઓ દ્વારા આગામી 15 જૂને 'રેલ રોકો આંદોલન' કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ત્રણ વર્ષથી પેટલાદ રેલ્વે બ્રિજનું કામ બંધ

By

Published : Jun 8, 2019, 8:12 PM IST

વર્ષ 2015માં પેટલાદ શહેર પાસે આવેલ ફાટક પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે 'ILFS' નામની કંપની દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે થોડા સમય કામ ચાલુ રાખ્યા બાદ અચાનક તમામ કંન્સ્ટ્રક્શન કામને બંધ કરી દેવામાં આવ્યું હતું. જે માર્ગ પર આ ફલાયઓવરનું કામ હાથ ધરવામાં આવી રહયું છે. તે માર્ગ નડિયાદ અને આણંદ શહેરને ખંભાત તથા બગોદરા હાઇવેને જોડતો રાજ માર્ગ હોવાથી આ માર્ગ પર વાહનોની ભારે અવર જવર રહે છે, પરંતુ પેટલાદ ફાટક પર બ્રિજનું કામ ચાલુ કરાતા આ માર્ગના ટ્રાફિકને પેટલાદ શહેરમાં આવેલ ફાટક તરફ ડાયવર્ટ કરવામાં આવતા નાના શહેરમાં મહાનગરો જેવી કલાકોની ટ્રાફિક જામની સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. બીજી તરફ સ્થાનિક પ્રશાસન દ્વારા કામચલાઉ અંન્ડરપાસ તો બનાવવામાં આવ્યો છે. આવનાર સમયમાં જો આ મુદ્દે કોઈ નક્કર પગલાં ભરવામાં નહી આવે તો આગામી 15 જૂને સવારે 10 કલાકથી ' રેલ રોકો આંદોલન ' કરવામાં આવશે.

ત્રણ વર્ષથી પેટલાદ રેલ્વે બ્રિજનું કામ બંધ
બીજી તરફ આણંદ રેલવે સ્ટેશન પાસે આવેલ તુલસી ગરનાળાનું કામ લાંબા સમયથી ઠપ હોવાના કારણે હજારો વાહન ચાલકોને જીવના જોખમે નાળામાંથી પસાર થવું પડે છે. આ નાળાનો ઉપયોગ ગામડી તથા પાધરીયા વિસ્તારમાં વસતા રહેવાસીઓ આણંદ શહેરમાં આવવા માટે કરતા હતા. અંદાજીત એક વર્ષ પહેલા ગરનાળુ પહોળું કરવા રેલવે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ છેલ્લા બે ત્રણ માસથી કામગીરી ઠપ કરી દેતા વાહન ચાલકોને જીવના જોખમે આ ગરનાળુ પસાર કરવુુ પડે છે. સ્થાનિકોમાં ગરનાળાના ઠપ પડેલા કામના કારણે રોષ ચરણસીમા એ પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details