ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વમાં પ્રથમ વખત અમૂલ રજૂ કરે છે ‘તુલસી દૂધ’ અને ‘જીંજર દૂધ’

વિશ્વ આખું કોવિડ-19 મહામારી સામે લડી રહ્યું છે અને તેની રોગનાશક દવા શોધવાનું કામ હજૂ પ્રગતિમાં છે. આપણે જ્યારે એની રાહ જોતા સંક્રમિત લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છીએ, ત્યારે આપણે એ બાબતની પણ ખાત્રી રાખવાની રહેશે કે, આપણે આપણી સુરક્ષા કરીએ અને માત્ર કોવિડ-19 જ નહી કોઈ પણ બીમારીનું જોખમ ઓછામાં-ઓછું રહે તેવી સ્થિતિનું નિર્માણ કરીએ. દુનિયા હવે સારૂ આરોગ્ય, યોગ્ય આહાર અને રોગપ્રતિકાર શક્તિનુ મહત્વ સમજવા માંડી છે. જો વ્યક્તિ દ્વારા રોગપ્રતિકાર શક્તિ વિકસાવશે તો જ તેના માટે આવી કોઈ બીમારીથી દૂર રહેવાનુ આસાન બની રહેશે.

By

Published : Jun 10, 2020, 7:09 PM IST

વિશ્વમાં પ્રથમ વખત અમૂલ રજૂ કરે છે તુલસી દૂધ અને જીંજર દૂધ
વિશ્વમાં પ્રથમ વખત અમૂલ રજૂ કરે છે તુલસી દૂધ અને જીંજર દૂધ

આણંદઃ દેશના વડાપ્રધાન, નાણાપ્રધાન, આયુષ મંત્રાલય અને ઘણા બધા મેડિકલ પ્રેકટીશનર્સ પણ રોગ પ્રતિકારશક્તિ વિકસાવવા ઉપર ભાર મૂકે છે અને તે મેળવવા સાચો માર્ગ આયુર્વેદ હોવાનુ જણાવે છે. આવા કપરા સમયમાં ગ્રાહકો તંદુરસ્ત અને આયુર્વેદિક ઉત્પાદનોની શોધમાં છે કે જે પોષણ મૂલ્ય ધરાવવા ઉપરાંત સ્વાદમાં પણ સારા હોય.

જીંજર દૂધ અને તુલસી દૂધ

દેશભરના ગ્રાહકોને તરત જ પી શકાય તેવો વિકલ્પ પૂરો પાડવાના ઉદ્દેશથી અમૂલે તાજેતરમાં પોસાય તેવો તથા સરળતાથી ઉપલબ્ધ પ્રતિકાર શક્તિ વધારતું પીણું અમૂલ હલ્દી દૂધ રજૂ કર્યુ હતુ. હલ્દી દૂધ અથવા ગોલ્ડન મિલ્કની ટર્મરિક લાટ્ટે તરીકે ઓળખવામાં આવે છે અને તે બેક્ટેરીયાનાશક અને બળતરાનાશક ગુણધર્મો માટે પણ જાણીતું છે.

દેશમાં આવા ઉત્પાદનોની માંગ વધતી જાય છે, ત્યારે વિશ્વમાં પ્રથમ વખત અમૂલ દ્વારા વધુ બે રોગ પ્રતિકાર શક્તિ ધરાવતાં પીણાં જીંજર દૂધ (જીંજર લાટ્ટે) અને તુલસી દૂધ રજૂ કરી રહ્યું છે. આ બંને પીણામાં દૂધની સાથે વાસ્તવિકપણે આદુ અને તુલસીનો સમન્વય કરાયો છે. તુલસી અથવા તો હોલી બેસીલને પવિત્ર ગણવામાં આવે છે અને તે સાચા અર્થમાં રોગનિવારક ગુણધર્મો ધરાવતી હોવાથી તેમાં એન્ટી માઈક્રોબીયલ અને એન્ટીએલર્જીક ગુણધર્મો છે, આથી તે બેક્ટરીયાને કારણે કે ફૂગને કારણે થયેલા ચેપનું નિવારણ કરવાની સાથે-સાથે એલર્જી અને અસ્થમાના ઉપચારમાં પણ ખૂબ જ ઉપયોગી છે.

વિશ્વમાં પ્રથમ વખત અમૂલ રજૂ કરે છે તુલસી દૂધ અને જીંજર દૂધ

તે જ રીતે જીંજર એટલે કે આદુનો ઉપયોગ એટલો વ્યાપક છે કે, તે ખુદ ઔષધીના ખજાના સમાન છે. એક આયુર્વેદિક સૂત્ર (શ્લોક) છે કે દરેક વ્યક્તિએ પાચન શક્તિ વધારવા બપોરના અથવા રાત્રી ભોજન પહેલાં તાજુ આદુ ખાવુ જોઈએ. આયુર્વેદના પરંપરાગત ગ્રંથો સાંધાની બીમારી, પાચન અથવા વાયજન્ય બીમારીના ઉપચાર માટે આદુની ભલામણ કરે છે. આદુ શુક્ષ્મનલીકાઓને સ્વચ્છ બનાવી પોષક તત્વો શોષવામાં અને શરીરનો કચરો દૂર કરવામાં સહાયક બને છે.

આ બંને સુપરફૂડ તુલસી અને આદુનો અમૂલ દૂધના સારાં તત્વો સાથે સમન્વય થતાં તેનુ એકંદર તંદુરસ્તી મૂલ્ય અનેક ગણુ વધી જાય છે. આથી આવાં આયુર્વેદિક ગુણધર્મો ધરાવતાં અનોખાં અને તુરત જ ઉપયોગમાં લઈ શકાય તેવાં પીણા હવે બજારમાં ઉપલબ્ધ છે. આ પીણાનો કોઈ પણ વય જૂથના લોકો, દિવસમાં કોઈ પણ સમયે નિયમિત ઉપયોગ કરી શકાય છે. તે સરળતાથી 125 MLના કેનના રૂપિયા 25માં ઉપલબ્ધ છે. આ પીણા રૂમ ટેમ્પરેચરે 6 માસની શેલ્ફ લાઈફ ધરાવે છે.

ભારતની સૌથી મોટી ફૂડ કંપની અમૂલ વર્ષોથી ગ્રાહકોને તંદુરસ્ત પ્રકારે પેક કરેલાં ઉત્પાદનોનો વપરાશ કરે તેની ખાત્રી રાખે છે. આ કારણે જ અમૂલનુ દૂધ અને મિલ્ક પ્રોડકટસ ભારતીય પરિવારોમાં તંદુરસ્તીનો પર્યાય બની ચૂક્યાં છે. અમૂલનાં ઉત્પાદનોની વ્યાપક શ્રેણી ઘરની બહાર અને ઘરવપરાશની જરૂરિયાત પૂરી કરે છે. આ પીણાં હવે એક રસપ્રદ કેટેગરી બની ગયાં છે.

રેડી ટુ ડ્રીંક પીણાંની કેટેગરીમાં ભારે સ્પર્ધા હોવા છતાં વિવિધ પ્રકારની ફલેવર, પેકેજીંગ વિવિધ પેક સાઈઝ અને વિવિધ કીંમતે રજૂઆત કરીને અમૂલે તેની આગેવાની જાળવી રાખી છે. અમૂલના પ્રભાવક પોર્ટફોલિયોમાં ફલેવર્ડ મિલ્ક, કોલ્ડ કોફી, મિલ્કશેકસ, સ્મુધીઝ, એનર્જી મિલ્ક તથા કઢાઈ દૂધ, ગોળ આધારિત જેગરી દૂધ, આયુર્વેદિક મેમરી મિલ્ક, માલ્ટ ડ્રીંક, ડેરી આધારિત મોકટેઈલ્સ ઉપરાંત છાશ, લસ્સી અને ફ્રૂટ ડ્રીંક વગેરે જેવાં પરંપરાગત પીણાનો સમાવેશ થાય છે.

પ્રતિકાર શક્તિ આપતા દૂધના ઉપયોગ માટેનો સંદેશો આપવા કંપનીએ ટીવી અને પ્રિન્ટ મીડિયા મારફતે રાષ્ટ્રવ્યાપી પ્રચાર ઝૂંબેશ હાથ ધરી છે. આ પીણાં અમૂલનાં તમામ પાર્લર તથા રિટેઈલ કાઉન્ટર્સ ઉપર ઉપલબ્ધ છે. ગ્રાહકો તેમની રોજીંદી પ્રતિકાર શક્તિ વધારવા માટે અમૂલ જીંજર દૂધ અને અમૂલ તુલસી દૂધને હંમેશાં માણી શકે છે.

આ નવી પ્રોડકટસ પશ્ચિમ અને ઉત્તર ભારતના દૈનિક 2,00,000 પેકની ઉત્પાદન ક્ષમતા ધરાવતાં અદ્યતન ઉત્પાદન એકમોમાં પેક કરવામાં આવી છે. અમૂલ આ પ્રકારનાં અશ્વગંધા દૂધ, હની દૂધ વગેરે કુદરતી અને તંદુરસ્તી વર્ધક વધુ પીણા રજૂ કરવા સજ્જ છે અને તે ટૂંક સમયમાં જ બજારમાં રજૂ થશે.

ABOUT THE AUTHOR

...view details