- આણંદ નગરપાલિકા પાસે ફટાકડાના ગોડાઉનમાં આગ
- મયુર સેલ્સ નામની દુકાનમાં લાગી આગ
- આણંદ ફાયર બ્રિગેડ સાથે અન્ય 13 ફાયર ફાઈટરો ઘટના સ્થળે
- 5 કલાકના ભારે જહેમત બાદ આગપર મેળવ્યો કાબૂ
આણંદ: શહેરની મધ્યમાં આવેલા ડી.એન હાઈસ્કૂલ રોડ પર આવેલા રેડક્રોસ સોસાયટી પાસેના એક કોમ્પલેક્ષમાં આવેલા મયુર સેલ્સ નામની ફટાકડાની દુકાન અને ગોડાઉનમાં સોમવારે સાંજના 4 વાગ્યાના અરસા માં અચાનક આગ લાગવાની ઘટના બની હતી જોત જોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુંકે આસપાસ ના કોમ્પલેક્ષ પણ આ આગની ઝપેટમાં આવી જવા પામી હતી.આણંદ ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી આગપર કાબૂ મેળવવા ઓપરેશનહાથ ધર્યું હતું.
આણંદમાં ફટાકડાના ગોડાઉનમાં લાગી આગ ભીડ પર કાબૂ મેળવાયો
આણંદ ફાયર વિભાગના 4 ફાયર ફાઇટર સાથે બોરસદ, પેટલાદ કરમસદ નડિયાદ ખંભાત, સોજીત્રા, ONGC સહિત વડોદરાના ફાયર ફાઈટરો મડી 18 જેટલા ફાઇટર ઘટના સ્થળે બોલાવવા ફરજ પડી હતી, આણંદ શહેરમાં અચાનક બનેલી ઘટનાએ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ભેગા કરી દીધા હતા, જે બાદ પોલીસને બળ પ્રયોગ કરી એકત્ર થયેલી ભીડ પર કાબૂ મેળવવા ફરજ પડી હતી.
આ પણ વાંચો: વીજળી પડવાથી ખેતરમાં રાખેલી પૂડાની ગાંસડીઓમાં લાગી આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ
ગોડાઉન વાળું કોમ્પલેક્ષ આખું આગની ઝપેટ
ઘટનાની ગંભીરતા જોતા આણંદ SDM મામલતદાર સહિતના અધિકારીઓ સાથે LCB, SOG પોલીસના જવાનો સાથે આણંદ નગરપાલિકાના સત્તાધીશો સ્થાનિક આગેવાનો, ધારાસભ્ય કાંતિ સોઢાપરમાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનામાં ગોડાઉન વાળું કોમ્પલેક્ષ આખું આગની ઝપેટમાં આવ્યું હતું. જે બાદ વિકરાળ બનેલી આગમાં કોમ્પલેક્ષની બાજુમાં આવેલા એક ઇલેક્ટ્રોનિકનો શોરૂમ પણ આગમાં બળીને ખાખ થયો હતો.
આણંદમાં ફટાકડાના ગોડાઉનમાં લાગી આગ કોમ્પલેક્ષમાં 4 દુકાનો સાથે આખો ત્રીજો માળ બળીને ખાખ
સમગ્ર બનાવમાં ઘટના બનેલા કોમ્પલેક્ષમાં 4 દુકાનો સાથે આખો ત્રીજો માળ બળીને ખાખ થયો હતો સાથે શહેરની વચ્ચે ગીચ વસ્તી વચ્ચે આ પ્રકારનો સ્ટોક રાખવા માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી કે, કેમ સાથે આ પ્રકારના ગોડાઉન માટે જરૂરી ફાયર સેફટીની સુવિધા હતી કે કેમ તે તમામ સવાલો તંત્ર સામે ઊભા થઈ રહ્યા છે, ઘટના સ્થળની પાછળ વિદ્યાર્થીઓની હોસ્ટેલ આવલી છે રાષ્ટ્રકૃત બેન્કનું પરિષદ આવેલું છે. તેની સામે આણંદની લાઈફલાઈન સમી રેડ ક્રોસ બ્લડ બેન્ક આવેલી છે, તેમ છતાં જો તંત્ર દ્વારા આ સ્થળને ફટાકડાનું ગોડાઉન બનાવવા હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો હોય. તો આ ઘટના માટે જવાબદાર તંત્ર પણ તેની કામગીરી આ કચાસ રાખતું સાબિત થશે તેવી લોક ચર્ચા છે.
ફાયર વિભાગની કામગીરી સામે સવાલ
ઘટનાને સખત શબ્દોમાં વખોડતા આણંદ જિલ્લાના ધારાસભ્ય કાંતિ સોઢાએ નગરપાલિકાથી માત્ર ગણતરીના ફૂટના અંતરે આવેલા આ ગોડાઉનમાં લાગેલી આગ માટે તંત્રની કામગીરીને ફાયર વિભાગની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા, સાથે શહેરમાં આ પ્રકારની ઘટનાને લોકોએ વખોડી હતી.
આ પણ વાંચો: રાજકોટ આગ્નિકાંડ બાદ આણંદમાં જાગ્યું તંત્ર, કોવિડ હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકીંગ
ફટાકડાની દુકાનમાં લાગી આગ
અગાવ આણંદ શહરની મધ્યમાં આવેલા ભોલેનાથ ફટાકડા ભંડાર નામની દુકાનમાં લાગેલી ભીષણ આગમાં આજ પ્રકારના ઘર્ષયો સર્જાયા હતા. તે બાદ આ બીજી ઘટનામાં તેવીજ તંત્રની ઉદાસીનતાના પરિણામ સ્વરૂપ ફટાકડાના ગોડાઉનમાં આગે રુદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. આ ઘટનામાં આ લખાઇ રહ્યું છે, ત્યાં સુધી કોઈ જાનહાની થયા અંગેની માહિતી સપાટી પર આવી નથી પરંતુ બહુમાળી કોમ્પલેક્ષમાં ત્રીજા માળે આગેલી આ આગમાં જો કોઇ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હશે. તો તેની માટે જવાબદાર કોણ બનતું, તે એક મોટો સવાલ બની રહેત સમગ્ર ઘટનામાં જવાબદાર અધિકારીઓ હાલતો તપાસ અને કાર્યવાહીની વાતો કરતા નજરે પડી રહ્યા છે.