આણંદ: સમગ્ર જિલ્લામાં ટ્રેનો,બસો, આંતર-રાજય અવરજવર, શાળાઓ-કોલેજો, મહેમાનગતિ, સિનેમા હોલ, શોપિંગ મોલ, જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વીમીંગ પુલ, થિયેટર, બગીચા તથા આ પ્રકારના વધુ સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય તેવા જાહેર સ્થળો, સામાજીક-રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો, ધાર્મિક સ્થળો અને સભાઓ, પૂજા-બંદગીના સ્થળો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે ઓનલાઈન ડિસ્ટન્સિંગ લર્નિગ પ્રવૃતિ ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત જિલ્લાના ઉમરેઠ, ખંભાતના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઓપીડી અને તબીબી દવાખાના ચાલુ રાખવા પર પ્રતિબંધ છે. કોઇપણ સંસ્થા-જાહેર સ્થળના સંચાલક 5 કે તેથી વધુ લોકોને એકત્રિત થવા દેશે નહી. આ ઉપરાંત લગ્ન પ્રસંગોના સમારોહમાં વધુમાં વધુ 50 તથા અંતિમ સંસ્કાર-ક્રિયામાં 20થી વધુ લોકો હાજરી આપી શકશે નહી.
તારીખ 4 મેથી શરૂ થનારા બજાર તથા પ્રજાજનોને લગતી બાબતો અંગે જાણકારી આપવામાં આવી જિલ્લામાં નિયંત્રણને આધીન ચાલુ રહેનારી પ્રવૃતિ
- શહેરી વિસ્તારોમાં આવેલા તમામ મોલ, માર્કેટ બંધ રહેશે
- જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વેચાણ કરનારા માર્કેટ તથા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો સવારે 8થી 12 વાગ્યા દરમિયાન ખુલ્લી રહેશે
- શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આવશ્યક અને બિનઆવશ્યક ચીજવસ્તુઓની તમામ દુકાનો સવારે 8થી 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
- શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં મોલ બંધ રહેશે
- શહેરી વિસ્તારમાં ઔદ્યોગિક એકમો સોશિયલ ડિસ્ટન્સિગ અને નિયમોનુસારના કર્મચારીઓ સાથે કાર્યરત રાખી શકાશે
- ગ્રામ્ય વિસ્તારમાં તમામ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃતિઓ કાર્યરત રહેશે
- શહેરી વિસ્તારમાં બાંધકામ પ્રવૃતિઓ કાર્યરત રાખી શકાશે (કામદારોને સાઈટ પર જરૂરીયાતની વસ્તુ ઉપલબ્ધ હોય તેવી વ્યવસ્થા કરવાની રહેશે)
- ઈ-કોમર્સ પ્રવૃતિઓ જીવન જરુરી ચીજવસ્તુઓ પૂરતી ચાલુ રહેશે
- ખાનગી કચેરીઓ 33 ટકા કર્મચારીઓ સાથે ચાલુ રાખી શકાશે
કોરોના સંક્રમિત ખંભાત અને ઉમરેઠ પાલિકા વિસ્તાર બાબતે...
- ખંભાત અને ઉમરેઠમાં આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણ પર કોઈ વિષેશ છૂટ મળશે નહીં
- ખંભાત અને ઉમરેઠ શહેરોની સરહદો પર કડક નિયંત્રણ સાથે અવરજવરના ચોકકસ પોઈન્ટની ચુસ્ત વ્યવસ્થા કરાશે
- વ્યકિતઓ તથા વાહનોનું ફરજિયાત ચેકીંગ કરી તેની વિગતવાર નોંધ રખાશે
- સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
- માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે