આણંદઃ કોરોના વાઇરસનો કહેર વિશ્વભરમાં ફેલાઇ રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા 24 માર્ચથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેની જાહેરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કરી હતી.
જાણો, લોકડાઉનનો અમલ કરાવવા આણંદ જિલ્લા પોલીસે શું પગલા લીધાં - gujarat police
કોરોના વાઈરસનો કહેર વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે ત્યારે ભારત સરકાર તેના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે કટિબદ્ધ થઇ છે. ગુજરાત સરકાર દ્વારા 24 માર્ચથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યું છે. જેની જાહેરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કરી હતી. આણંદના ડીવાયએસપી બી.ડી. જાડેજાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં જનતાને લોકડાઉનમાં સહકાર આપવા અને કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરી હતી.

જિલ્લા પોલીસ
જાણો લોકડાઉન ને અમલ કરાવવા આણંદ જિલ્લામાં પોલીસે કેવા પગલાં લીધા
24 તારીખે સવારથી જ પોલીસ ડિપાર્ટમેન્ટ અને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા કામ સિવાય ઘરની બહાર નીકળેલા નાગરિકોને ઘરે પરત ફરી જવા તથા 31 માર્ચ સુધી સરકારે જાહેર કરેલા લોકડાઉનમાં સહકાર આપવા માટે અપીલ કરી હતી. શહેરના ડીવાયએસપી બી.ડી. જાડેજાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં જનતાને સહકાર આપવા અને કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં લોકડાઉન લાગુ કરવા માટે જિલ્લામાં પ્રવેશતા તમામ મુખ્ય માર્ગો ઉપર પોલીસ દ્વારા પોઈન્ટ મુકવામાં આવ્યા છે.