ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ જિલ્લામાં ઘરફોડ ચોરીનો આતંક મચાવનારી ગેંગની ફિલ્મી ઢબે ધરપકડ - આણંદ પોલીસ

આણંદ જિલ્લા પોલીસે ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનારી ચીખલીગર ટોળકીના સાગરીતોની ધરપકડ કરી છે. આ ચીખલીગર ટોળકીના સાગરિતો ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.

ETV BHARAT
આણંદ જિલ્લામાં ઘરફોડ ચોરીનો આતંક મચાવનારી ગેંગની ફિલ્મી ઢબે ધરપકડ

By

Published : Oct 1, 2020, 10:14 PM IST

આણંદઃ જિલ્લા પોલીસે ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનારી ચીખલીગર ટોળકીના સાગરીતોની ધરપકડ કરી છે. આ ચીખલીગર ટોળકીના સાગરિતો ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.

ઘરફોડ ચોરીનો આતંક મચાવનારી ગેંગની ધરપકડ

આણંદ જિલ્લામાં ગત ઘણા સમયથી વધી રહેલા ઘરફોડ ચોરીના બનાવો પર નિયંત્રણ લાવવા માટે આણંદ LCB ટીમ દ્વારા ખાસ કવાયત શરૂ કરવામાં આવી હતી. જેમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગને ઝડપી પાડવા માટે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યા હતો. જેથી બુધવારે મોડી રાત્રીએ આ ગેંગના સભ્યો આણંદ જિલ્લામાં ઘટનાને અંજામ આપી પરત બરોડા જિલ્લામાં ફરતા હોવાની માહિતી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને થતાં વાસદ ટોલ નાકા પાસે ફિલ્મી ઢબે આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં આરોપીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયાં હતા.

આણંદ જિલ્લામાં ઘરફોડ ચોરીનો આતંક મચાવનારી ગેંગની ફિલ્મી ઢબે ધરપકડ

પ્રાપ્ત માહિતી અનુસાર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને આણંદ ડિવિઝનના પોલીસના જવાનો દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવી, ત્યારે આરોપીઓ પાસેથી ઘાતકી હથિયારો પણ મળ્યા હતાં. આ ગેંગની પૂછપરછમાં જિલ્લામાં આચરવામાં આવેલા 6 જેટલા ગુના પરથી પડદો ઉઠ્યો છે.

આ અંગે વધુમાં માહિતી આપતા આણંદના DySp બી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, આ ગેંગ ગત ઘણા સમયથી જિલ્લામાં સક્રિય બની હતી અને અવારનવાર રાત્રીના અંધકારનો લાભ ઉઠાવી ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપી રહી હતી. આ અગાઉ પણ આ ગેંગ પર અનેક ગુના નોંધાઈ ચૂકયા છે. જેથી આગામી દિવસોમાં પોલીસ રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં રાત્રી દરમિયાન આ ગેંગ દ્વારા ખાનગી વાહનમાં ચોરીને અંજામ આપવામાં આવતો હતો. જેને લઇ પ્રજામાં ભયનો માહોલ ફેલાયો હતો, પરંતુ આણંદ LCB પોલીસ અને ડિવિઝનના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન બાદ હવે આણંદમાં આ પ્રકારની ઘટનાઓમાં નોંધનીય ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details