આણંદઃ જિલ્લામાં છેલ્લા ત્રણેક મહિનાથી ચાલી રહેલા લોકડાઉન હેઠળના સમય ગાળામાં પણ એવા ખેડૂતો સામે આવ્યા છે કે વિવિધ રોકડીયા પાકોથી લાખો રૂપિયાની આવક મેળવી મુસીબતો, આફત, અવરોધ, પડકારોને આવકના અવસરમાં બદલી પોતાનો સમય શ્રેષ્ઠ કર્યો છે.
સામાન્ય રીતે ખેડૂતો ઋતુ પ્રમાણે ખેતી કરતા હોય છે પણ ખેતીમાં રોગ કે કમોસમી વરસાદ અને બીજા અનેક કારણો સર પાક નિષ્ફળ જતો હોય છે અને મોટુ નુકસાન થતું હોય છે.
ખેડૂતોની આ હાલતમાંથી બહાર લાવવા અને તેઓને ઝડપથી અને ઓછા સમયમાં પાક તૈયાર થાય અને રોકડા નાણાં મળે તેવા પાકો માટે રાજ્ય સરકાર ખેડૂતોમાં જાગૃતતા લાવવા પ્રયત્નો કરે છે.
આણંદમાં લોકડાઉન સમય દરમિયાન પણ ઓઈલ પામની ખેતીમાંથી ખેડૂતોએ ખુબ સારી આવક મેળવી આવકમાં કઈ રીતે વધારો કરી શકાય તેનું પણ પૂરતું ધ્યાન રાખી રહી છે. રાજ્ય સરકારના ખેતી વાડી અધિકારી બાગાયત અને આત્મા પ્રોજેક્ટ દ્વારા માર્ગદર્શન કરવામાં આવે છે અને અનેક યોજનઓ, સહાય સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેનો ખેડૂતો લાભ લઈ આગળ પણ આવી રહ્યા છે.
જેના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હીતને ધ્યાનમાં રાખી ઓઇલ પામની ખેતી કરાવવા માટે કઈ કંપનીઓને રાજ્ય સરકાર દ્વારા માન્યતા પણ આપવામાં આવી છે. તેમાની એક કંપની દ્વારા આણંદના વઘાસી ગામના ખેડૂત મનહરભાઇ પટેલને ઓઇલ પામની ખેતી વિશે પૂરતું જ્ઞાન આપીને છેલ્લા 10 વર્ષથી 16 વીઘા જમીનમાં ઓઇલ પામની ખેતી કરાવી રહ્યા છે.
આણંદમાં લોકડાઉન સમય દરમિયાન પણ ઓઈલ પામની ખેતીમાંથી ખેડૂતોએ ખુબ સારી આવક મેળવી હાલ કોરોના મહામારી અને સંક્રમણનો સમય તેમજ ત્રણેક મહિનાના લોકડાઉનનો ગાળો ચાલી રહ્યો હોવા છતા આ ખેડૂતની આવકમાં કોઈ પણ જાતનો ઘટાડો આવ્યો નથી અને આ ખેતીમાં કોઇપણ પ્રકારનો રોગ કે કમોસમી વરસાદે હેરાન કર્યા નથી.
આણંદમાં લોકડાઉન સમય દરમિયાન પણ ઓઈલ પામની ખેતીમાંથી ખેડૂતોએ ખુબ સારી આવક મેળવી મનહરભાઈ પટેલ આ ખેતીમાં બારે બાર માસ એકધારી આવક મેળવી રહ્યા છે. મનહરભાઇ પટેલ દ્વારા આવા મહામારીના સમયમા પણ તેમની ઓઇલ પામની ખેતીની આવકમાં કોઈપણ જાતનો ઘટાડો આવ્યો નથી તે વાતની જાણ નાયબ બાગાયત નિયામક પિલ્લાઈને થતા તેઓએ કલેક્ટર આર જી. ગોહીલ અને જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર, તાલીમી આઇ.એ.એસ.અધિકારી સચિન કુમાર વઘાસી ગામના ઓઇલપામની ખેતી કરતા ખેડૂત મનહરભાઇ પટેલના ખેતરની મુલાકાત લીધી હતી.
આણંદમાં લોકડાઉન સમય દરમિયાન પણ ઓઈલ પામની ખેતીમાંથી ખેડૂતોએ ખુબ સારી આવક મેળવી કલેક્ટરે ઓઇલ પામની ખેતી વિશે જાણકારી મેળવી અને અન્ય ખેડૂતો માટે કાયમી આવક આપનારી હોવાથી પ્રેરણા રૂપ ખેતી કરવા બદલ કલેક્ટર અને ડી.ડી.ઓએ ખેડૂત મનહર ભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા અને ઓઇલ પામની ખેતી વિશે જાણકારી મળેવી કલેક્ટરે પણ ખેડૂતને ખેતી અને તેની યોજનાઓ વિશે ઘણું માર્ગદર્શન આપ્યું હતું.