ગુજરાત

gujarat

ETV Bharat / state

Fair prices of agricultural produce:ઇરમાંના બે વિદ્યાર્થીઓએ નોકરી છોડી ખેડૂતોને મદદ કરવા કંપની શરૂકરી - વડોદરા ખાતે ગૃહ ઉદ્યોગ થકી કરી શરૂઆત

ભારત એક કૃષિપ્રધાન દેશ છે. દેશમાં 80 ટકા કરતા વધારે ખેડૂતો માધ્યમ કરતા નીચા વર્ગના ખેડૂતો છે. જેમની પાસે બે એકર કરતા ઓછી જમીન છે.ત્યારે આવા વંચિત અને જરૂરિયાતમંદ ખેડૂતો માટે આણંદમાં આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ(IRMA)ના વર્ષ 2018ની બેચમાંથી પાસ થયેલા બે વિદ્યાર્થીઓ શ્રેયા શુક્લ અને અભિનવ જેશવાલ દ્વારા એક કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.. જે ખેડૂતોને તેમની બહુમૂલી ખેતપેદાશનો યોગ્ય ભાવ (Fair prices of agricultural produce )આપી તેમાં મુલ્યવર્ધન કરીને બજારમાં યોગ્ય કિંમતે ગુણવત્તા સભર ફાઇન પ્રોડક્ટ પહોંચાડવાની શરુઆત કરવામાં આવી છે.

Fair prices of agricultural produce:ઇરમાંના બે વિદ્યાર્થીઓએ નોકરી છોડી ખેડૂતોને મદદ કરવા કંપની શરૂકરી
Fair prices of agricultural produce:ઇરમાંના બે વિદ્યાર્થીઓએ નોકરી છોડી ખેડૂતોને મદદ કરવા કંપની શરૂકરી

By

Published : Dec 16, 2021, 8:14 PM IST

આણંદઃભારત એક કૃષિપ્રધાન દેશ છે. દેશમાં 80 ટકા કરતા વધારે ખેડૂતો માધ્યમ કરતા નીચા વર્ગના ખેડૂતો છે. જેમની પાસે બે એકર કરતા ઓછી જમીન છે,કોરોનાને કારણે બંધ થયેલા બજારો અને ગ્રહકોની ઓછી થેયેલી ખરીદશક્તિની આવા નાના ખેડૂતો પર ખૂબ મોટા નકારાત્મક આર્થિક સંકટનું નિર્માણ થયું હતું.

બે વિદ્યાર્થીઓ શ્રેયા શુક્લ અને અભિનવ જેશવાલ

ત્યારે આવાવંચિત અને જરૂરિયાતમંદખેડૂતો માટે આણંદમાં આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ(IRMA)ના વર્ષ 2018ની બેચમાંથી પાસ થયેલા બે વિદ્યાર્થીઓ શ્રેયા શુક્લ અને અભિનવ જેશવાલ દ્વારા એક કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. જે ખેડૂતોને તેમની બહુમૂલી ખેતપેદાશનો યોગ્ય ભાવ (Fair prices of agricultural produce )આપી તેમાં મુલ્યવર્ધન કરીને બજારમાં યોગ્ય કિંમતે ગુણવત્તા સભર ફાઇન પ્રોડક્ટ પહોંચાડવાની શરુઆત કરવામાં આવી છે.

Fair prices of agricultural produce:ઇરમાંના બે વિદ્યાર્થીઓએ નોકરી છોડી ખેડૂતોને મદદ કરવા કંપની શરૂકરી

નોકરી છોડી ખેડૂતોને મદદ કરી

ઉલ્લેખની છે કે આ અગાવ શ્રેયા નૈઝીરિયા(આફ્રિકા)ના એક સંસ્થા સાથે ખૂબ મોટા વાર્ષિક પેકેજ સાથે સંતોષદાયક નોકરી કરી રહી હતી. (Start doing company for farmers who quit their jobs )જેને ભારતીય નાણાંમાં અંદાજીત 37 લાખ જેટલું મોટી વાર્ષિક આવક અને તેની સાથે અભિનવ કે જે વિશ્વની સૌથી ખ્યાતનામ સંસ્થા સાથે 12 લાખ જેટલા મોટા વાર્ષિક પેકેજ પર નોકરી કરી રહ્યા હતા.

કોરોના દરમ્યાન જ્યારે લોકડાઉન લાદવામાં આવ્યું

કોરોના દરમ્યાન જ્યારે લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારે તેમના સંપર્કમાં રહેલા ઉત્તરાખંડના ગરીબ ખેડૂતોની મુખ્ય આવક બંધ થઈ ગઈ કારણ કે લોકડાઉનને કારણે ઉત્તરાખંડ ફરવા આવતા પ્રવાસીઓ પર એકાએક રોજ લાગતા આ ખેડૂતો તેમની ગુણવત્તા યુક્ત ખેત પેદાશોને બજાર અને ગ્રાહક સુધી પહોંચાડી શકતા ન હતા,તેવા સમયે આણંદના ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ(Anand Institute of Rural Management ) માંથી અભ્યાસ કરી લાખો રૂપિયાની નોકરી કરતા આ બહેન ગ્રામીણ વિકાસના નિષ્ણાત ગણાતા વિદ્યાર્થીઓ દ્વારા નોકરી છોડી આ ખેડૂતો માટે કઈ કરવા માટે તૈયારી કરી અંબરેલા નામે એક કંપની શરૂ કરી સીધા ખેડૂતો પાસે થી ઉંચી કિંમતે માલ ખરીદી તેનું મૂલ્ય વર્ધન કરી સિદ્ધુ ગ્રાહકો સુધી પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી અને તે મહદ અંશે સફળ બન્યા.

સ્પર્ધામાં ભાગ લઈ વિશ્વ સ્તરે ત્રીજું સ્થાન પ્રાપ્ત

લોકડાઉન દરમ્યાન સિંગાપોર ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલી એક યન્ગ એન્ડ ઇનોવેટિવ એન્ટરપ્રિન્યોર નામની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં શ્રેયા અને અભિનવની ટિમને વિશ્વ સ્તરે ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું હતું. જેમાં મળેલ રોકડ ઇનામના નાણાં અને વ્યક્તિગત બચત માંથી આવા ખેડૂતને સતત યોગ્ય આવક મળતી રહે તે માટે PARCHED નામની એક કંપનીની સ્થાપના કરીને હાલ 53 જેટલી પ્રોડક્ટની ડાયરેક્ટ વેચાણ કરી નફાનો મોટો હિંસ્સો ખેડૂતો સુધી પહોંચાડીને તેમને પગભર કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

ઉદ્યોગ સાહસિકો શ્રેયા અને અભિનવ

હાલ બંને ઉચ્ચભ્યાસ ધરાવતા ઉદ્યોગ સાહસિકો શ્રેયા અને અભિનવ આણંદ ખાતે આયોજિત પ્રી વાઈબ્રન્ટ સમીટ 2022 માં પોતાની કપનીની પ્રોડક્ટ લઈને આવ્યા છે અને તેમનો કોન્સેપટ અને પ્રોડક્ટની ગુણવત્તા સ્ટોલની મુલાકાતે આવતા મુલાકાતીઓને ખૂબ આકર્ષક લાગી રહ્યો છે.
આ પણ વાંચોઃGSSSB Paper Leak 2021: હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા

આ પણ વાંચોઃCongress MLA Vikram Madam Statement : કોરોના મૃતકોને સહાયને લઇ વિડીયો મેસેજમાં કર્યો ધડાકો

ABOUT THE AUTHOR

...view details