આણંદ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં ડાંગરની કાપણી થતી હોય છે. પરંતુ, ગત રોજ આવેલા વાતાવરણના પલટાના કારણે થયેલ માવઠાથી ચરોતર પંથકમાં ખેડૂતોને ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે.
ચરોતરમાં માવઠાથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન - ચરોતરમાં વરસાદી માવઠું
આણંદઃ અરબી સમુદ્રમાં લો પ્રેશર ડીપ્રેશન સિસ્ટમથી સમુદ્રમાં 'ક્યાર' નામનું વાવાઝોડું સક્રિય બન્યું છે. જેની વિપરીત અસર ગુજરાતમાં વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. મધ્ય ગુજરાત અને ખાસ કરીને ચરોતરમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે થયેલ માવઠાથી ખેતીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે.
![ચરોતરમાં માવઠાથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4912470-thumbnail-3x2-and.jpg)
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
ચરોતરમાં વરસાદી માવઠુંથી ડાંગરના પાકને વ્યાપક નુકશાન
આ પણ વાંચો: ચરોતરમાં કમોસમી વરસાદ, પાકને નુકશાન થવાની ભીતિ
ખેડૂતોના માનવા અનુસાર આ સિઝનમાં ડાંગરના પાકને 80 ટકા જેટલું નુકસાન થવા પામ્યું છે. ચરોતર પંથક જ્યાં 70 ટકા વસ્તી ખેતી પર નિર્ભર કરે છે, ત્યારે કમોસમી વરસાદ વરસતા જગતના તાતની મહેનત ઉપર પાણી ફરી વળ્યાની ઘટનાઓ સામે આવી છે. તમામ ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત છે, ત્યારે સરકાર દ્વારા ખેતીના બહુમૂલ્ય પાકને થયેલ નુકશાનનું ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
Last Updated : Oct 30, 2019, 10:44 PM IST