"રેવા" ફિલ્મ નર્મદા અને તેની પરિક્રમા પર આધારિત એક પારિવારિક ફિલ્મ છે. જેમાં નર્મદા અને તેના આસપાસના કિનારા પર વસેલા ધાર્મિક સ્થળો તથા નર્મદાને જીવવાની કળા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ ફિલ્મ જે નવલકથા પર આધારિત છે, તે નવલકથાનું નામ છે "તત્વમસિ" જે ધ્રુવ ભટ્ટ દ્વારા રચિત નવલકથા છે.
'રેવા' ફિલ્મને રાષ્ટ્રીય એવોર્ડ: "તત્વમસિ"ના લેખક ધ્રુવ ભટ્ટ સાથે ETV Bharatની ખાસ વાતચીત - આણંદ
આણંદ: લેખક ધ્રુવ ભટ્ટ દ્વારા લખવામાં આવેલી નવલકથા "તત્વમસિ" ઉપર આધારિત ફિલ્મ "રેવા" જેણે અનેક દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે. ફિલ્મ રેવાને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવી છે. દર વર્ષે એપ્રિલમાં નેશનલ એવોર્ડ વિનર્સના નામ જાહેર કરવામાં આવે છે. જોકે, આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી એપ્રિલ મહિનામાં નામ જાહેર કરવામાં આવ્યા ન હોતાં. 9 ઓગસ્ટના રોજ ત્રણ વાગે નવી દિલ્હીના શાસ્ત્રી ભવનના ફર્સ્ટ ફ્લોર પર આવેલા PIB કોન્ફરન્સ હોલમાં 66માં નેશનલ એવોર્ડ વિનરના નામ જાહેર કરવામાં આવ્યા હતાં. આ એવોર્ડમાં ફીચર ફિલ્મ કેટેગરીમાં 31 એવોર્ડ આપવામાં આવે છે, જ્યારે નોન ફીચર ફિલ્મ કેટેગરીમાં 23 એવોર્ડ આપવામાં આવે છે.
લેખક ધ્રુવ ભટ્ટ 10 કરતા પણ વધારે નવલકથાઓનું અમૂલ્ય ભેંટ તેમના વાચકમિત્રોને આપી ચૂક્યા છે. એક બહોળો ચાહક વર્ગ ધરાવતા ધ્રુવ ભટ્ટની તમામ નવલકથાઓ જીવત અનુભવો પર આધારિત હોય છે. નાનપણથી જ લેખનનો શોખ ધરાવતા ધ્રુવ ભટ્ટનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ વિવિધ વિસ્તારોમાં વીત્યું અને મેળવ્યું છે, જેથી કરીને તે નાનપણથી જ વિવિધ વિસ્તારોનું વિસ્તૃત જ્ઞાન ધરાવતા કોઠાસૂઝ જ વિકસાવવામાં સફળ રહ્યા છે.
Etv Bharat દ્વારા લેખક ધ્રુવ ભટ્ટ સાથે એક ખાસ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ધ્રુવ ભટ્ટે જણાવ્યું હતું કે, "તત્વમસી" તે નર્મદા અને તેના અનુભવોને ધર્મ અને આસ્થાથી વિશેષ તેને જીવવા માટેના અનુભવ પર આધારિત નવલકથા છે. આ નવલકથા પર જ્યારે ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ તેમને સમક્ષ આવ્યો ત્યારે તે તેમના માટે એક નવી વાત હતી, પરંતુ જ્યારે ફિલ્મ બની અને આટલું બહોળી લોકચાહના મેળવી હતી. આજે જ્યારે આ ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે ત્યારે ધ્રુવ ભટ્ટ દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
આણંદથી યશદીપ ગઢવીનો વિશેષ અહેવાલ