- કોરોનાકાળ બાદ યોજાશે નવરાત્રી
- 400 ખેલયાઓ સાથે શેરી ગરબા માટે મંજૂરી
- શક્તિની ઉપાસના સાથે ગરબા માટે ગરબપ્રેમીઓ થયા તૈયાર
આણંદ: શહેરના વિદ્યાનગર રોડ પર આવેલ ગરબાનું વર્કશોપ ચલાવતા આયોજકોને ત્યાં ગરબાના અવનવા સ્ટેપ શીખવા માટે ગરબા રસિકોનો ઘસારો વધી ગયો છે, ત્યારે Etv Bharat દ્વારા આવા ગરબાના અવનવા સ્ટેપ શીખવીને ગરબા રસિકોને નવરાત્રીના તહેવાર માટે તૈયાર કરતા એક વર્કશોપ આયોજક દીપિકા ભક્તાએ જણાવ્યું હતું કે, ગરબા રમવા માટેના નવા સ્ટેપ શીખવા માટે ખેલૈયાઓ નવા ઉત્સાહ સાથે ગરબા વર્કશોપમાં આવી રહ્યા છે. આ સાથે તેમણે નિયમો સાથે ગરબાના આયોજનને આવકાર્યું હતું.
આણંદમાં નવરાત્રીના આયોજનને લઈ ખેલૈયાઓમાં પ્રસરી નવી ઉર્જા આ પણ વાંચો: નવરાત્રીમાં અસામાજિક તત્વોને ડામવા અમદાવાદ શહેર પોલીસ તૈયાર
ગરબા પ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે
છેલ્લા 15 વર્ષથી આણંદ અને આસપાસના વિસ્તારોમાં ગરબાના વર્કશોપનું આયોજન કરતા હિતેશ પરમારે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે સામાજિક અંતર આવશ્યક બન્યાને કારણે ગરબાનું આયોજન શક્ય બનતું ન હતું. આ વર્ષે જ્યારે કોરોનાનું સંક્રમણ મંદ પડ્યું હોવાને કારણે નિયત નિયમોને ધ્યાને રાખી શેરી ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે ખેલૈયાઓને નવા સ્ટેપ શીખવી તેમનામાં નવી ઉર્જાનું સંચાર થતો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, ગરબાનો શોખ હોવો તે એક અલગ જ અહેસાસ હોય છે. નવરાત્રીમાં ખેલૈયાઓને ઢોલ ને તાલે ઝૂમવા મળે છે. તેનાથી ગરબા પ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે.
આણંદમાં નવરાત્રીના આયોજનને લઈ ખેલૈયાઓમાં પ્રસરી નવી ઉર્જા આ પણ વાંચો:"મોકે પે ચોંકા" સરકારે તલાટીની હડતાળમાં ટેકાના ભાવે ખરીદી કરી : હવે દાખલા માટે ખેડૂતોની માગ
પરંપરાગત ગરબાની ઝાંખી આ વર્ષે જોવા મળે તેવી શક્યતા વધારે
આણંદ જિલ્લામાં ગરબા ન થતા તમામ મોટા ગરબાના આયોજકોએ ગરબાનું આયોજન કર્યું નથી. આણંદ શહેરના 5 જેટલા મોટા ગરબા આયોજકોએ મોટા પાયે થતા ગરબાના આયોજનો મુલતવી રાખવામાં આવતા, નાના પાયે થતા શેરી ગરબાના આયોજનોમાં પરંપરાગત ગરબાની ઝાંખી આ વર્ષે જોવા મળે તેવી શક્યતા વધારે જોવા મળી રહે છે.