ગુજરાત

gujarat

ETV Bharat / state

GCMMFLના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીની તારીખ જાહેર

અમૂલ ડેરી તથા તેની સાથે સંકળાયેલી 18 કો-ઓપરેટિવ દૂધ ઉત્પાદક સંઘ મળી તેના ઉત્પાદનોનું વેંચાણ અને તેના પુરવઠાનું નિયમન કરતી સંસ્થા એટલે ગુજરાત કો-ઓપરેટિંવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લીમિટેડ (GCMMFL). અમૂલના બ્રાન્ડ નેમ નીચે ઉત્પાદન થતી તમામ પ્રોડક્ટનું સેલ્સ અને માર્કેટિંગ સંભાળતી સંસ્થા જેની સ્થાપના વર્ગીસ કુરિયને કરી હતી.

ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીની તારીખ જાહેર
ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીની તારીખ જાહેર

By

Published : Jul 16, 2020, 7:32 PM IST

આણંદ: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન તથા વાઇસ ચેરમેનની આગામી 23 જૂલાઇના રોજ ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 18 સંઘના પ્રતિનિધિ વોટ કરશે જેમાંથી કોઈ એક સહકારી ડેરી સંઘના ચેરમેન GCMMFLના ચેરમેન તથા વાઇસ ચેરમેનના પદ માટે પસંદગી પામશે.

ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીની તારીખ જાહેર
હાલ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (આણંદ/અમુલ) ડેરીના ચેરમેન રામસિંહ પરમાર ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના ચેરમેન પદ પર હતાં. સાથે જ ગોધરા ડેરી સંઘના ચેરમેન જેઠાભાઇ ભરવાડ GCMMFLના વાઇસ ચેરમેન તરીકે સેવા આપતા હતાં. હવે આગામી 23 જૂલાઈએ યોજાનારી ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીમાં આ ચહેરાઓ પુન:રિપીટ કરવામાં આવે છે, કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની કમાન અન્ય કોઈના હાથમાં આવે છે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details