આણંદ: જીસીએમએમએફના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી પ્રાંત અધિકારી જે.સી.દલાલના અધ્યક્ષ પદે યોજાતાં ફેડરેશનનાં સુકાની બદલાયા છે. જેમાં ચેરમેન પદે સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલ અને વાઇસ ચેરમેન પદે કચ્છ ડેરીના ચેરમેન વાલજીભાઈ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.
GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી સંપન્ન - રામસિંહ પરમાર
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે આજે બપોરે આણંદ ખાતે ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેન પદે સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલ અને વાઇસ ચેરમેન પદે કચ્છ ડેરીના ચેરમેન વાલજીભાઈ હુબલ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.
GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી સંપન્ન
38 હજાર કરોડ જેટલુ જંગી વેચાણનું માર્કેટકેપ ધરાવતી GCMMFના ચેરમેન તથા વાઇસ ચેરમેન પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સત્તા પરિવર્તન થવા પામી છે. ચેરમેન તરીકે અઢી વર્ષથી ફેડરેશનની કમાન અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારના હાથ માં હતી. જે હવે સાબરડેરીના ચેરમેન શામળજીભાઇ પટેલનાં હાથમાં સોંપવામાં આવી છે. જ્યારે ગોધરા ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડને બદલી કચ્છ ડેરી સંઘના ચેરમેન વાલમજીભાઈના હાથમાં વાઈસ ચેરમેન પદ પર વરણી કરવામાં આવી છે.