ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ જિલ્લામાં ફરિયાદ નિવારણ શાખાની અસરકારક કામગીરી, 98.58 ટકા ફરિયાદોનું નિવારણ - 99 percent complaints

રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ કેન્દ્ર ગ્રામ્ય કક્ષાથી લઇ રાજ્યકક્ષા સુધી શરૂ કરવામાં આવ્યા છે, જેમાં અરજદારોની અરજીમાં કરવામાં આવેલી ફરિયાદનું યોગ્ય અને સચોટ નિરાકરણ આવે તે હેતુથી આ અભિગમ અપનાવવામાં આવ્યો છે.

આણંદ જિલ્લામાં ફરિયાદ નિવારણ શાખાની અસરકારક કામગિરી
આણંદ જિલ્લામાં ફરિયાદ નિવારણ શાખાની અસરકારક કામગિરી

By

Published : Nov 23, 2020, 11:02 PM IST

  • આણંદ જિલ્લામાં ફરિયાદ નિવરણકેન્દ્રની અસરકારક કામગીરી
  • કુલ 3793 અરજીઓમાંથી 3690 અરજીઓનો કર્યો નિકાલ
  • કુલ 98.58 ટકા અરજીઓનો કર્યો નિકાલ

આણંદ: જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાનું ફરિયાદ નિવારણ કેન્દ્ર જિલ્લા કલેકટર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આજદિન સુધી કુલ 3700 ઉપરાંતની અરજીઓ અરજદારો દ્વારા કરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં ફરિયાદ નિવારણ શાખાની અસરકારક કામગિરી 98.58% ફરિયાદોનું નિવારણ

મહિનાના ચોથા ગુરુવારે જિલ્લા કક્ષાનું ફરિયાદ નિવારણ કાર્યક્રમ

ફરિયાદ નિવારણ કેન્દ્રમાં આવતી અરજીઓને સામાન્ય દિવસોમાં મહિનાના ચોથા ગુરુવારે જિલ્લા કક્ષાનું ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને કલેકટર ઓફિસ ખાતે યોજાતો હોય છે, જેમાં અરજદારો દ્વારા કરવામાં આવેલી અરજીને રૂબરૂ સાંભળી જે તેનું નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા પ્રયત્ન હાથ ધરાઇ છે, અરજદારે પોતાની ફરિયાદ અંગે સરકારમાં રજૂઆત કરવા માટે સરકાર દ્વારા ઘણા વિકલ્પ આપવામાં આવ્યા છે, જેમાં અરજદાર પોતે રૂબરૂ કચેરી ખાતે આવી પોતાની ફરીયાદ આપી શકે છે, સાથે જ ટપાલ થકી અથવા તો ઇમેઇલ થકી પણ તે પોતાની ફરિયાદ સરકાર સુધી પહોંચાડી શકે છે, ઘણા કિસ્સામાં મુખ્યપ્રધાનના કાર્યાલયથી પણ આવી ફરિયાદોને સ્વીકારી જે તે જિલ્લામાં પહોંચાડવામાં આવતી હોય છે.

આણંદ જિલ્લામાં ફરિયાદ નિવારણ શાખાની અસરકારક કામગિરી

દર મહિનાના ચોથા ગુરુવારે કલેક્ટર કચેરીએ રાખવામાં આવે છે ફરિયાદ નિવારણ કાર્યક્રમ

આણંદ જિલ્લામાં ચાલતા ફરિયાદ નિવારણ કેન્દ્રમાં અરજદારો દ્વારા મળેલી ફરિયાદોને ત્રણ સ્તરમાં વેચી દેવામાં આવતી હોય છે, સામાન્ય પ્રશ્નો માટે ગ્રામ્યસ્તરે ચાલતા ફરિયાદ નિવારણ કેન્દ્રમાં અરજદારની ફરિયાદ પહોંચાડવામાં આવે છે, જ્યા ગ્રામ્ય કક્ષાની કમિટી ફરિયાદનું નિરાકરણ માટે પ્રયત્ન હાથ ધરે છે, અન્ય કિસ્સાઓમાં તાલુકા કક્ષાએથી પણ ફરિયાદ નિવારણ માટે પ્રયત્નો હાથ ધરાય છે. જેમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે, ગંભીર અને જટિલ સમસ્યાઓ માટે જિલ્લા કક્ષાએથી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ થકી ફરિયાદનું નિરાકરણ લાવવા પ્રયત્ન હાથ ધરાઇ છે, આણંદ જિલ્લામાં આજ સુધી 3793 જેટલી ફરિયાદો જિલ્લાના નાગરિકો દ્વારા ફરિયાદ નિવારણ કેન્દ્રમાં કરવામાં આવી છે, જેમાંથી 3690 જેટલી અરજીઓનું તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવી ચૂક્યું છે, એટલે કે 98.58 ટકા જેટલી અરજીઓ નિકાલ તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યો છે.

આણંદ જિલ્લામાં ફરિયાદ નિવારણ શાખાની અસરકારક કામગીરી

કલેકટરના અધ્યક્ષસ્થાને કરવામાં આવે છે ચર્ચા

અરજદાર દ્વારા જ્યારે ફરિયાદ નિવારણ કેન્દ્રમાં અરજી કરવામાં આવે છે, ત્યારબાદ અરજદારની અરજીને લાગુ પડતા વિભાગના જવાબદાર અધિકારીની ઉપસ્થિતિમાં કલેકટરના અધ્યક્ષસ્થાને ચર્ચા કરવામાં આવતી હોય છે અને કાયદાની જોગવાઈ અનુસાર અરજદારની ફરીયાદનું નિરાકરણ લાવવા પ્રયત્ન હાથ ધરાવતો હોય છે, આણંદ જિલ્લામાં મુખ્યત્વે દબાણ, પ્રદૂષણ, જમીન વિવાદ એમજીવીસીએલ સંબંધિત પ્રશ્નો, પોલીસ વિભાગ અંગેના પ્રશ્નો, ધાક ધમકી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સરકારી યોજનાઓના લાભમાં સમસ્યા, લોક ફરિયાદના પ્રશ્નો વગેરે મુદ્દાઓ પર ફરિયાદ નિવારણમાં ફરિયાદ આવતી હોય છે. ઘણા કિસ્સામાં મુખ્ય પ્રધાનના કાર્યાલય સુધી પહોંચેલી અરજીઓને જિલ્લા કક્ષાએથી ફરિયાદનું નિરાકરણ શક્ય જણાતા મુખ્ય પ્રધાન કાર્યાલયના જનસંપર્ક કાર્યાલય સરદાર પટેલ ભવન ગાંધીનગર ખાતેથી જિલ્લા કક્ષાએ નિરાકરણ લાવવા સૂચન કરવામાં આવતું હોય છે, આમ એક રીતના રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ ફરિયાદ નિવારણ કેન્દ્ર ફોજદારી અને વહીવટી વિભાગો વચ્ચે સામાન્ય નાગરિકોના પ્રશ્નો માટે સંકલનનું કામ કરતો વિભાગ સાબિત થઇ રહ્યો છે.

આણંદ જિલ્લામાં ફરિયાદ નિવારણ શાખાની અસરકારક કામગિરી

કોરોનાના કારણે માર્ચ 2020થી નથી યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમ

આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 438 અરજીઓ આવી ચૂકી છે, જેમાંથી 2018માં 201 અરજીઓ આવી હતી, જેનું 100% નિરાકરણ આવી ચૂક્યું છે. વર્ષ 2019માં 208 અરજીઓ આવિ હતી. જેમાંથી 100% અરજીઓનું નિરાકરણ આવી ચૂક્યું છે. વર્તમાન વર્ષમાં પ્રથમ બે માસ માં 29 અરજીઓ આવી હતી. જેમાંથી 27 અરજીઓનું નિરાકરણ આવી ચૂક્યું છે, અન્ય બે અરજીઓનું સમાધાન બાકી છે, જે કોરોનાના કારણે શક્ય બન્યું નથી, બીજી તરફ માર્ચ બાદ આવેલી અરજીઓનું ઓનલાઈન અને પત્રવ્યવહાર દ્વારા સમાધાન લાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details