- બર્ડ ફલુની પોલ્ટ્રી વ્યવસાય પર માઠી અસર
- કોરોનામાં પહોંચ્યું હતું કરોડોનું નુકશાન
- આણંદમાં 500 ઉપરાંત મરઘાં ઉછેર કેન્દ્રો સક્રિય
આણંદ : ગુજરાત રાજ્યમાં મરઘાં ઉછેરના વ્યવસાયમાં ચરોતર પ્રદેશ અગ્રેસર છે. ત્યારે વર્તમાન સમયમાં આ વ્યવસાય પર માઠી અસર જોવા મળી રહી છે. દેશમાં છેલ્લા 9 માસથી ચાલી રહેલા કોરોના મહામારી વચ્ચે આ વ્યવસાયને કરોડોનું આર્થિક નુકસાન વેઠવાનો સમય જોવો પડ્યો હતો. ત્યારે હાલમાં જ ઉઠેલી બર્ડ ફ્લુની ચર્ચાના કારણે પુનઃ આ વ્યવસાય સાથે સંકડાયેલા ખેડૂતો ચિંતિત બન્યા છે.
બર્ડ ફ્લુની પોલ્ટ્રી વ્યવસાય પર માઠી અસર બર્ડ ફલુની ચર્ચાએ પાછો 70 ટકાનો ઘટાડો જોવા મળ્યો આ અંગે આણંદ જિલ્લાના પોલ્ટ્રી એસોસિએશનના પ્રમુખ દ્વારા etv bharat સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમના જણાવ્યા અનુસાર કોરોના મહામારી ના કારણે ફેબ્રુઆરીથી જુન, જુલાઈ સુધીમાં કરોડોનું નુકસાન વેઠવાનો સમય આવ્યો હતો. જે બાદ હવે જ્યારે આણંદ જિલ્લામાં આ વ્યવસાય સાથે સંકળાયેલા અનેક લોકો દ્વારા વ્યવસાયમાં તેજીની પ્રતીક્ષામાં હતા. ત્યારે વર્તમાન સમયમાં ચાલુ થયેલી બર્ડ ફલુની ચર્ચાએ પાછો 70 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ માંગ ઘટવાના કારણે પક્ષીઓના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં 95 રૂપિયે કિલો વેચતા પક્ષીઓ બે દિવસમાં 70 રૂપિયામાં પણ વેચાણ નથી થઈ રહ્યું. જેના કારણે આ વ્યવસાયની શૃંખલા પર માઠી અસર જોવા મળવાની ભીતિ વેપારીઓમાં જોવા મળી રહી છે.
બર્ડ ફ્લુની પોલ્ટ્રી વ્યવસાય પર માઠી અસર બર્ડ ફલુની ચર્ચાએ નોનવેજના રસિકોમાં ભયનો માહોલ સર્જાયો
આણંદ જિલ્લાના પશુપાલન અધિકારી ડૉ.સ્વપ્નિલ પટેલના જણાવ્યા અનુસાર આણંદ જિલ્લામાં 500 કરતા વધારે મરઘાં ઉછેર કેન્દ્રો સરકારી ચોપડે નોંધાયેલા છે. જેમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. આ સાથે જ નિરીક્ષણ પણ રાખવામાં આવે છે. તેમના જણાવ્યા અનુસાર આણંદ જિલ્લામાં હજુ સુધી એકપણ શંકાસ્પદ ઘટના સામે આવી નથી. આણંદ જિલ્લો જે મરઘાં ઉછેર કેન્દ્રોમાં અગ્રેસર છે જે જિલ્લાના આસપાસના 200 કિલોમીટરના શહેરોમાં આ પક્ષીઓનો નિકાસ કરવામાં આવે છે. દેશમાં ચાલી રહેલી બર્ડ ફલુની ચર્ચાએ નોનવેજના રસિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જે બાદ અચાનક ગણતરીના દિવસોમાં જ આ વ્યવસાય માં મંદી છવાઇ જવા પામી છે. બજારમાં પક્ષીઓને ઈંડાની માંગ ઓછી થવાની સીધી અસર આ વ્યવસાયના ડિમાન્ડ અને સપ્લાય પર જોવા મળી રહી છે.
પોલ્ટ્રી પ્રોડક્ટ અંગે ફેલાતી અફવાઓમાં વિશ્વાસ ન કરવા અપીલ
રાજ્ય પશુપાલન પ્રધાન કુંવરજીભાઇ બાવળીયા દ્વારા પણ આ અંગે સ્પષ્ટતા કરતા પોલ્ટ્રી પ્રોડક્ટ અંગે ફેલાતી અફવાઓમાં વિશ્વાસ ન કરવા અપીલ કરી હતી. હાલમાં ચાલી રહેલ ચર્ચાઓને લઈ આ વ્યવસાય પર નકારાત્મક અસર જોવા મળી રહી છે. ત્યારે આણંદ જિલ્લામાં વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓએ પ્રજાને અપીલ કરી હતી કે, પોલ્ટ્રીના પક્ષીઓમાં આવી કોઈ ફરિયાદ જોવા મળી નથી, જેથી આ પક્ષીઓમાં કોઈ જ સંક્રમણ જોવા નથી મળ્યું. માટે આ પક્ષીઓ અને ઈંડાનું સેવન કરવામાં કોઈ ખતરો નથી.