ગુજરાત

gujarat

By

Published : Nov 15, 2020, 9:35 PM IST

ETV Bharat / state

આર્થિક સદ્ધરતા ધરાવતા કાર્ડધારકોને સ્વેચ્છાએ NFSA યોજનામાંથી કાર્ડ રદ કરાવવા તાકિદ

આણંદ જિલ્લામાં ગરીબોને અપાતું રાશન પોતાનું આધુનિક મકાન, કાર ધરાવતા લોકો પણ લેતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. જેથી સમગ્ર મામલે રાજય સરકાર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જેના પગલે આણંદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સરકારના નિયત માપદંડ મુજબ પાકું મકાન, કાર સહિતની સુવિધા ધરાવનારને રેશન કાર્ડ પર અનાજ ન મળે તે માટેના આયોજનબદ્વ પગલાં હાથ ધર્યા છે.

આર્થિક સધ્ધરતા ધરાવતા કાર્ડધારકોને સ્વેચ્છાએ NFSA યોજનામાંથી કાર્ડ રદ કરાવવા તાકિદ
આર્થિક સધ્ધરતા ધરાવતા કાર્ડધારકોને સ્વેચ્છાએ NFSA યોજનામાંથી કાર્ડ રદ કરાવવા તાકિદ

  • સરકારના નિયત માપદંડ કરાયા જાહેર
  • કાર ધરાવનાર બોગસ લાભાર્થીઓના નામો રેશન કાર્ડમાંથી રદ કરવામાં આવશે
  • પુરવઠા વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ
  • એક વર્ષ સુધી રાશનનો લાભ ન લેનારાના નામ થશે રદ


આણંદ: જિલ્લામાં ગરીબોને અપાતું રાશન પોતાનું આધુનિક મકાન, કાર ધરાવતા લોકો પણ લેતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. જેથી સમગ્ર મામલે રાજય સરકાર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જેના પગલે આણંદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સરકારના નિયત માપદંડ મુજબ પાકું મકાન, કાર સહિતની સુવિધા ધરાવનારને રેશન કાર્ડ પર અનાજ ન મળે તે માટેના આયોજનબદ્વ પગલાં હાથ ધર્યા છે.

આર્થિક સધ્ધરતા ધરાવતા કાર્ડધારકોને સ્વેચ્છાએ NFSA યોજનામાંથી કાર્ડ રદ કરાવવા તાકિદ
બોગસ લાભાર્થીઓના નામ રેશન કાર્ડમાંથી રદ કરાશેઆણંદ જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલભાઇ બામણીયાના જણાવ્યાનુસાર જિલ્લાના અનેક રેશનકાર્ડ ધારકો પોતાનું ફોર વ્હીલર ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. આથી રાજય અને જિલ્લાની રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરીટી કચેરી સાથે મળીને વાહન ધરાવતા લોકોને સરકારી લાભ લેતા અટકાવવાની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં આણંદ RTO પાસેથી મળેલા ડેટાના આધારે કાર ધરાવનારના નામ સાથે તેમના આધારકાર્ડની ચકાસણી કરાશે. કાર ધરાવનાર બોગસ લાભાર્થીઓના નામ રેશનીંગ કાર્ડમાંથી રદ કરવામાં આવશે.પુરવઠા વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાશેબીજી તરફ રાજય સરકાર દ્વારા પણ કયા રેશનકાર્ડ ધારકને સરકારી અનાજનો લાભ ન મળી શકે તેની યાદી જાહેર કરી છે. જેમાં પોતાનું ફોર વ્હીલર, યાંત્રિક બોટ, પરિવારનો કોઇ સભ્ય સરકારી કર્મચારી હોય, કુટુંબનો કોઇ સભ્ય માસિક ૧૦ હજારથી વધુ આવક ધરાવતો હોય, પ એકર કે તેથી વધુ, બે કે તેથી વધુ સિઝનમાં પાક લેતી પિયતવાળી જમીન ધરાવતા પરિવારનો સમાવેશ કરાયો છે. સરકારે નિયત કરેલા આર્થિક સધ્ધરતા ધરાવતા કાર્ડધારકોને તારીખ ૩૦ નવેમ્બર 2020 સુધીમાં સ્વેચ્છાએ NFSA યોજના અંતર્ગત પોતાનું રેશનકાર્ડ આ યોજનામાંથી સ્વેચ્છાએ રદ કરવા મામલતદાર કચેરીમાં પુરવઠા શાખામાં રેશનકાર્ડની નકલ જોડીને અરજી સ્વરુપે રૂબરૂ રજૂ કરવા જણાવાયું હતું. ૩૦ નવેમ્બર 2020 બાદ શહેર, ગ્રામ્ય પુરવઠા વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાનાર છે. જેમાં આર્થિક સુખાકારી હોવા છતાંય સરકારી રાશન મેળવતા હોવાનું જણાશે તેવા કાર્ડધારકો સામે કાયદેસરની અને જરુર જણાયે ફોજદારી ગૂનો દાખલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાશે.કાર્ડ ધારકોના નામે બનાવટી થમ્બ કરવામાં આવતા હોવાની ચર્ચાઆણંદ પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, ઓફલાઇન વિતરણ વ્યવસ્થામાં કેટલાક દુકાનદારો ગેરરીતિ કરી રહ્યા છે. જેમાં બહાર રહેતા કે સરકારી અનાજ લેવા ન આવતા કાર્ડધારકોના નામે બનાવટી થમ્બ કરવામાં આવતા હોવાની ચર્ચા છે. જેને અટકાવવા માટે સરકારમાં સૂચન કરાયું છે કે, સતત ત્રણ માસ સુધી જે કાર્ડ ધારકના થમ્બની ઇમ્પ્રેશનમાં સમસ્યા આવતી હોય તે કાર્ડ રદ કરવામાં આવે. જેમાં ખરેખર સાચા લાભાર્થી હશે તો રૂબરૂ મામલતદાર કચેરીમાં ફરિયાદ થતાં સત્વરે નિરાકરણ થઇ જશે.

ABOUT THE AUTHOR

...view details