- શાળાએ કાન્સીલિંગ કેન્દ્ર બની બાળકો, વાલીઓ અને સમાજ માટે સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા
- બાળકોને શૈક્ષણિક મૂંઝવણ ન રહે તે માટે વોટ્સઅપ ગ્રૂપ બનાવવામાં આવ્યા
- ગ્રુપમાં શૈક્ષણિક માહિતી ઉપરાંત કોરોનકાળ સંદર્ભે માહિતીનું આદાનપ્રદાન કરવામાં આવતુ હતું
- શાળાએ શિક્ષકો અને દાતાઓનો સહયોગ સાધી આર્થિક ભંડોળ ભેગું કરી જરૂરિયાતમંદોને મદદ કરી
આણંદઃખંભાત-તારાપુર,સોજીત્રા જેવા છેવાડાના તાલુકામાં સૌથી વધુ ડ્રોપ આઉટ દર છે. તેમજ અહી સ્ત્રી જન્મ દર પણ ઓછો છે તેવા સંજોગોમાં ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલના શિક્ષકો,બાળકો અને દાતાઓએ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અનોખું અભિયાન આદર્યું છે. ઉપરાંત કોરોના કાળમાં વિધાર્થીઓ આર્થિક સંકળામણમાં શાળાની ફી ન ભરી શકે તેવા સંજોગોમાં શાળા દ્વારા ફી ભરી બાળકોનું શિક્ષણકાર્ય ધબકતું રાખ્યું છે.
350થી જરૂરિયાતમંદ બાળકો અને પરિવારો સુધી રાશન કીટ અને શાકભાજી પહોચાડ્યા
350થી જરૂરિયાતમંદ બાળકો અને પરિવારો સુધી રાશન કીટ અને શાકભાજી પહોચાડી, દાક્તરી સારવાર માટે બાળકોના પરિવારજનોને હોસ્પિટલ સુવિધા પૂરી પાડવાથી લઈને આર્થિક મદદ કરી. શાળા પરિવાર દ્વારા શિક્ષકો અને દાતાઓના સહયોગથી 5 લાખ રૂપિયાથી વધુના સેવાકીય કાર્યો કરવામાં આવ્યા. શાળા દ્વારા રાહત સામગ્રી ઉપરાંત આભાવગ્રસ્ત વિસ્તારમાં રસીકરણ, કોરોનામાં સાવચેતીનું માર્ગદર્શન આપ્યું અને સેનેટરી પેડનું કાયમી વિતરણ કેન્દ્ર ઊભું કર્યું.
શાળાએ 600થી વધુ શૈક્ષણિક વીડિયો બનાવી ગરીબ બાળકોને ઓનલાઇન શિક્ષણ આપ્યું
છેવાડાના ગામોના બાળકો સુધી પહોચી શિક્ષકો બાળકોને શિક્ષણ માટે તૈયાર કરી સુવિધાઓ આપી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને શરમાવે તેવું શિક્ષણ આપે છે, પરિણામ લાવે છે. શાળાએ 600થી વધુ શૈક્ષણિક વીડિયો બનાવી ગરીબ બાળકો સુધી ઓનલાઇન શિક્ષણ પણ પહોચાડ્યું છે. ઓનલાઈન પરીક્ષા પણ લીધી અને જરૂરિયાતમંદ બાળકોની ફી પણ ભરી છે. શાળાની કોરોના વોરિયર્સ ટીમ 24 કલાક બાળકોની સાથે રહી તેમને પડતી મુસ્કેલીઓમાં સહાયક બને છે. શાળાના પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ટીમ બનાવી સમાજ ઉત્કર્ષ લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી.
શાળાનું કોરોનાકાળમાં અભિયાન
- શાળાએ કાન્સીલિંગ કેન્દ્ર બની બાળકો, વાલીઓ અને સમાજ માટે સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા
- બાળકોને શૈક્ષણિક મૂંઝવણ ના રહે તે માટે વોટ્સઅપ ગ્રૂપ બનાવવામાં આવ્યા, જેમાં શૈક્ષણિક માહિતી ઉપરાંત કોરોનકાળ સંદર્ભે માહિતીનું આદાનપ્રદાન કરવામાં આવતું હતુ
- આરોગ્યલક્ષી સમસ્યાના સમાધાન માટે શિક્ષકો નિયમિત કાઉન્સેલિંગ કરતાં, જરૂર જણાય તો રૂબરૂ મુલાકાત યોજતા
- શાળાએ શિક્ષકો અને દાતાઓનો સહયોગ સાધી આર્થિક ભંડોળ ભેગું કરી જરૂરિયાતમંદોને મદદ કરી
- શિક્ષણ વિભાગ દ્વારા આપાયેલા સૂચનો મુજબ પરીક્ષા યોજી, નિયમિત બાળકોને મૂલ્યાંકન રિપોર્ટ મોકલવામાં આવતો
- શાળા દ્વારા જનજાગૃતિના વીડિયો બનાવી બાળકો, નાગરિકો સુધી પહોચાડવામાં આવ્યા
કોરોના કાળમાં શાળાએ શિક્ષક વોરિયર ટીમ બનાવી અભિયાન હાથ ધર્યું
શાળાએ આચાર્ય રોહિતભાઈ સુથારની અધ્યક્ષતામાં શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાથી શૈલેષભાઈ રાઠોડ, માધ્યમિક વિભાગથી અલ્પેશભાઇ પરમાર, પ્રાથમિક વિભાગમાથી હેમલભાઈ શાહે નેતૃત્વ કરી કોરોના વોરિયર્સ ટીમનું નેતૃત્વ કર્યું.તેમના દ્વારા શાળાના શિક્ષકોની ટિમ બનાવી વર્ષ દરમ્યાન સેવા યજ્ઞ યોજવામાં આવ્યો.
આ પણ વાંચોઃ વડોદરા સ્વામિનારાયણ મંદિર લોયાધામ જનસેવાના સંકલ્પ સાથે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરાઇ
ટીમ દ્વારા જરૂરિયાતમંદ બાળકો શોધી કાઢી ફી, યુનિફોર્મ, રાશન કીટ, દાક્તરી માર્ગદર્શન, સહાય કરી આદર્યું
- શિક્ષકો અને દાતાઓના સહયોગથી જીવનજરૂરી વસ્તુઓની કીટ બનાવી 350 જેટલા નાગરિકો સુધી પહોચાડી
- બાળકોની ફી, નોટબુક, રાશન કીટ, માસ્ક વિતરણ, શાકભાજી સહિત 5 લાખથી વધુની મદદ વર્ષ દરમિયાન શાળાના બાળકો અને જરૂરિયાતમંદ પરિવારો પહોચાડી
- કપરાકાળમાં રાજ્યપારિતોષિક વિજેતા શિક્ષક શૈલેષ રાઠોડ દ્વારા તેમને મળેલી ઇનામી રકમ તેમજ અન્ય આર્થિક સહાય વડે 1,20,000થી વધુની રકમ વડે ઝૂપડપટ્ટીમાં રહેતા બાળકોને નિશુલ્ક શિક્ષણ અને જીવન જરૂરી વસ્તુઓ આપવામાં આવી
- શાળાનાં 68 જેટલા માતપિતા ગુમાવી ચૂકેલા બાળકોની યાદી બનાવી તેમને 20,00/- જેટલી રકમની સહાય કરવામાં આવી
- કોરોના કાળમાં સેવાકર્મી પૂનમ ભાવસાર, ક્ષમાબેન જોશી અને શૈલેશભાઈ રાઠોડ દ્વારા શાળાનાશિક્ષકોને સાથે રાખી “સેનેટરી પેડ કેન્દ્ર” ઊભું કરી વિવિધ વિસ્તારોમાં કોરોનાની સમજ, રસી અંગે જાગૃતિ અને સેનેટરી પેડના ઉપયોગની માહિતી આપવામાં આવી.
- વિવિધ વિસ્તારોમાં યુવતીઓની ટીમ બનાવી તાલીમ આપવામાં આવી. હાલ,આદર્શ કેન્દ્ર ખાતેથી માત્ર 1 રૂપિયામાં સેનેટરી પેડ આપવામાં આવે છે. જેનો લાભ 900થી વધુ બહેનો લઈ રહી છે.
- શાળાનાં શિક્ષક હેમલ શાહ અને પ્રાથમિક વિભાગના શિક્ષકો દ્વારા મામલતદાર સાથે આયોજન હાથ ધરી લોકડાઉન દરમિયાન કર્ફ્યૂ પાસ મેળવી દાતાઓના સહયોગથી ટીમ બનાવી શાકભાજીની ખેતી કરતાં નાના કલોદરા, વાસણા, ઊંદેલ, વિરસદ, સાયમા, વાડોલા, આસોદર જેવા સ્થાનિક ગામોમાથી શાકભાજી, દૂધ, દહી, છાસ, બેકરી વસ્તુઓ ખરીદી લાવી મૂળ કિમત કરતાં ઓછી કિમતે, ટોકન ભાવે પહોચડવામાં આવ્યું.
- શાળાના શિક્ષક શૈલેષભાઈ રાઠોડ અને શાળાના શિક્ષકો દ્વારા ઊભા કરવામાં આવેલ સૃષ્ટિ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સામગ્રી નિશુલ્ક આપવામાં આવી.
- બાળ સંસ્કાર કેન્દ્ર મારફતે બાળકોમાં જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા.
- જરૂરિયાતમંદોને ડ્રીમ વર્લ્ડ ફાઉન્ડેશન મારફતે ઑક્સીજન મશીન, દર્દીઓ માટે વાહન સુવિધા, દાક્તરી માર્ગદર્શન, સારવાર સહાય, આર્યુવેદિક ઊકાળા વિતરણ સહિતની સેવાઓ આપવામાં આવી.
- શિક્ષકો દ્વારા ધો.6થી 12ના બાળકો માટે વર્ષ 2020-21 દરમિયાન શૈક્ષણિક વીડિયો બનાવવામાં આવ્યા.
- બાળકોના વર્ગ પ્રમાણે ગ્રૂપ બનાવી નિયમિત મોકલવામાં આવ્યા.
- ઓનલાઈન તમામ કસોટીઓ લેવામાં આવી.
- જે બાળકો પાસે મોબાઇલની સુવિધા નથી તેમને રૂબરૂ શૈક્ષણિક મટિરિયલ પહોચડવામાં આવ્યું.
- યુ ટ્યુબ ચેનલ મારફતે નિયમિત બાળકોને કોરોના સંદર્ભે માહિતી અને શૈક્ષણિક માહિતી આપવામાં આવી
- શાળાનાં વિધાર્થી સહાયક સમિતિના કન્વીનર અલ્પેશભાઇ પરમાર અને સહયોગી ટીમ દ્વારા 140થી વધુ વિધાર્થીઓને આર્થિક સહયોગ આપવામાં આવ્યું. દાતાઓ અને શિક્ષકોને સાથે રાખી બીજા 2 વર્ષ માટે 3 લાખ જેટલું આગોતરું આયોજન ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું.
શાળાના શિક્ષકો છેલ્લા 22 વર્ષથી વિધાર્થી સહાયક પ્રવૃત્તિ ચલાવે છે
આ અંગે કન્વીનર શિક્ષક અલ્પેશભાઇ પરમારે જણાવ્યુ હતું કે, શાળાના શિક્ષકો છેલ્લા 22 વર્ષથી વિધાર્થી સહાયક પ્રવૃત્તિ ચલાવે છે. જેમાં બાળકો, દાતાઓનો પણ સંપૂર્ણ સહયોગ મળ્યો છે. દરેક શિક્ષકે 11 હજારનું પ્રારંભિક દાન આપી ફંડની સ્થાપના કરી. આજ સુંધીમાં 1200થી વધુ બાળકોને સહયોગી રાશિ આપી છે. શાળાએ અધવચ્ચેથી અભ્યાસ છોડતા બાળકોની જરૂરિયાતો પૂર્ણ કરી સમાજમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.