ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં કોરોના રસીકરણને લઇને ડ્રાય રનનું આયોજન - આણંદ આરોગ્ય વિભાગ

દેશમાં આગામી દિવસોમાં કોરોનાની રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે સરકાર દ્વારા રસીકરણની કામગીરીને લઈ વિકસાવવામાં આવેલી પદ્ધતિની ખરા અર્થમાં ચકાસણી કરવા એક પ્રકારની મોકડ્રિલ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આણંદમાં કોરોના રસીકરણને લઇને ડ્રાય રનનું આયોજન
આણંદમાં કોરોના રસીકરણને લઇને ડ્રાય રનનું આયોજન

By

Published : Jan 2, 2021, 2:14 PM IST

  • આણંદ જિલ્લામાં ડ્રાય રન હાથ ધરવામાં આવ્યું
  • આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું આયોજન
  • ત્રણ કેન્દ્રો પર કોરોના રસીકરણની કાર્યવાહી કરવામાં આવશે
  • દરેક કેન્દ્ર પર 25 લાભાર્થીઓને આપવામાં આવશે ડમી રસી
  • સવારે 8 વાગ્યાથી પ્રક્રિયા હાથ ધરવામાં આવી

આણંદ : દેશમાં આગામી દિવસોમાં કોરોનાની રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે સરકાર દ્વારા રસીકરણની કામગીરીને લઈ વિકસાવવામાં આવેલી પદ્ધતિની ખરા અર્થમાં ચકાસણી કરવા એક પ્રકારની મોકડ્રિલ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આણંદમાં કોરોના રસીકરણને લઇને ડ્રાય રનનું આયોજન
રસીકરણ માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું

આણંદ શહેરમાં આવા ત્રણ આરોગ્ય કેન્દ્ર પર આ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આણંદ નગરપાલિકા હોસ્પિટલ, શાળા નંબર 13, બાકરોલ આરોગ્ય કેન્દ્ર પર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ ત્રણ કેન્દ્રો પર આગામી સમયમાં રસીકરણ માટે વિકસાવવામાં આવેલી પદ્ધતિ માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આણંદમાં કોરોના રસીકરણને લઇને ડ્રાય રનનું આયોજન

રસીકરણ કેન્દ્ર પર ચાર તબક્કામાં પ્રક્રિયા હાથ ધરાઇ

રસીકરણ કેન્દ્ર પર ચાર તબક્કામાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ લાભાર્થીને સેનિટાઇઝિંગ અને સ્કેનિગ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રતીક્ષા ખંડમાં બેસાડવામાં આવે છે. ત્યારબાદ તેમનું રજિસ્ટ્રેશન કરાવી રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવે છે. અંતમાં રસીકરણ બાદ 30 મિનિટ માટે ઓબ્ઝર્વેશન કક્ષમાં મેડિકલ સ્ટાફના સુપરવિઝનમાં રાખવામાં આવે છે.

આણંદમાં કોરોના રસીકરણને લઇને ડ્રાય રનનું આયોજન
  • સેનિટાઇઝિંગ એન્ડ સ્કેનિગ
  • રજીસ્ટ્રેશન
  • રસીકરણ
  • ઓબ્ઝર્વેશન

આણંદમાં હાથ ધરવામાં આવેલી આ ડ્રાય રનમાં આરોગ્ય વિભાગના સીધા નિરીક્ષણ હેઠળ ત્રણ કેન્દ્રો પર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર રસીકરણની કામગીરીમાં મદદરૂપ સાબિત થઇ રહેશે.

ABOUT THE AUTHOR

...view details