ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ જિલ્લાની સબ-રજીસ્ટ્રાર કચેરી તારાપુરમાં દસ્તાવેજ નોંધણીની પ્રકિયા શરૂ કરાઈ - આણંદ પાલિકા ન્યૂઝ

આણંદ જિલ્લાની સબ-રજીસ્ટ્રાર કચેરી તારાપુરમાં આજથી દસ્તાવેજ નોંધણીની પ્રકિયા શરૂ કરવામાં આવી છે.

t Sub-Registrar's Office Tarapur
t Sub-Registrar's Office Tarapur

By

Published : Apr 25, 2020, 12:42 PM IST

આણંદઃ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા 23 એપ્રિલ 2020ના રોજ રાજયની નગરપાલિકા તથા મહાનગર પાલિકા સિવાયની એટલે કે ગ્રામ્ય વિસ્તારની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજની નોંધણીની પ્રકિયા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

જે અન્વયે રાજ્ય સરકારે નીચેની શરતોને આધિન સબ-રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણીની પ્રકિયા શરૂ કરવા જણાવવામાં આવી છે. જેમાં આણંદ જિલ્લાની સબ-રજીસ્ટ્રાર કચેરી તારાપુરની કચેરીમાં નોંધણીની પ્રકિયા આજરોજ તા 24 એપ્રિલ 2020થી શરૂ કરવામાં આવી છે. જે તારાપુર ખાતે શરૂ થનાર સબ-રજીસ્ટ્રાર કચેરીમાં શરતો તથા તમામ સુચનાઓ અને જોગવાઈનું પાલન કરવાનું રહેશે.

સબ-રજીસ્ટ્રાર કચેરી તારાપુરમાં દસ્તાવેજની નોંધણી માટે આવનાર અરજદાર /વકીલ /બોન્ડરાઇટ/સ્ટેમ્પવેન્ડર કોરોના વાઈરસના સંક્રમણને નાથવા માટે જણાવેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. અરજદાર /વકીલ /બોન્ડરાઇટ/સ્ટેમ્પવેન્ડરોએગરવી વેબસાઇટ(http://garvi.gujrat.gov.in) માં ઇ-પેમેન્ટ અને દસ્તાવેજ ઓનલાઇન એપોઇનમેન્ટ મેળવવાની રહેશે.

દસ્તાવેજ નોંધવણી કરાવવા માટેની જરૂરી સૂચના....

  • ઇ-પેમેન્ટથી નોંધણી ફી ભરેલી દસ્તાવેજની જ નોંધણી થઇ શકશે.
  • પક્ષકારો એ નોંધણી માટે ઓનલાઇન એપોઇનમેન્ટ ફરજીયાત લેવાની રહેશે.
  • ઇન્ડેક્ષ નકલ-દસ્તાવેજની ખરી નકલ-તથા શોધરીપોર્ટ માટેની સુવિધા સરકાર તરફથી બીજી સુચના ન આપવામાં આવે ત્યા સુધી બંધ રહેશે.
  • દસ્તાવેજ નોંધણી માટે અંગુઠાનું નિશાન-બાયોમેટ્રીક પધ્ધતિ તેમજ વિડિયો રેકોડીગ સહિતની હાલની પ્રથા ચાલુ રહેશે.
  • દરેક પક્ષકારે ફરજીયાત માસ્ક પહેરીને કચેરીમાં આવવાનું રહેશે. માસ્ક સિવાયના અરજદારોને કચેરીમાં પ્રવેશ મળશે નહી.
  • દરેક પક્ષકારે કચેરી બહાર સેનીટાઇઝેશનથી હાથ સાફ કરી કચેરીમાં પ્રવેશ કરવાનો રહેશે.
  • દસ્તાવેજની નોંધણી માટે સોશિયલ ડિસ્ટન્સીગ જાળવવાનું રહેશે.
  • હાલ પુરતુ ફકત દસ્તાવેજની નોંધણીની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે.
  • બે વ્યકિત વચ્ચે ઓછામા ઓછુ -6(છ) ફુટ નું અંતર રાખવાનું રહેશે.

    ઉપરોકત શરતો તથા તમામ સુચનાઓ અનેજોગવાઇઓનું પાલન સબ-રજીસ્ટ્રાર કચેરી તારાપુરમાં દસ્તાવેજની નોંધણી માટે આવનાર અરજદાર /વકીલ /બોન્ડરાઇટ/સ્ટેમ્પવેન્ડર પાલન કરવાનું રહેશે. તેમ નાયબ કલેકટર(સ્ટેમ્પ ડ્યુટી) નોંધણી નિરીક્ષક ‌આણંદની યાદીમાં જણાવાયુ છે.

ABOUT THE AUTHOR

...view details