આણંદમાં ગોયા તળાવ પાસે આવેલ હાર્ટ સેન્ટર હોસ્પિટલમાં દર્દીના સગા અને ડોક્ટર વચ્ચેમાં કાર્ડ નો લાભ લેવા બાબતે થયેલ બોલા ચાલીએ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું, ડૉક્ટર દ્વારા હોસ્પિટલમાં અંદર આવા જણાવ્યું હતું. જ્યારે મીડિયા કર્મીઓ વિગત મેળવવા હોસ્પિટલમાં દાખલ થતાં જ ડોક્ટર પીયુષ પટેલ દ્વારા કેમેરા હોસ્પિટલમાં ન લાવવા જણાવ્યું હતું. મીડિયા કર્મીઓ પર આક્ષેપ કર્યો હતો. તેનું કવરેજ કરતા એક અગ્રણી મીડિયા ચેનલના કેમેરા પર હુમલો કર્યો હતો. જે અંગે મીડિયા કર્મીએ ડોક્ટર દ્વારા કરવામાં આવેલા અશિષ્ટ વહેવાર અંગે આણંદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
ડોક્ટરે દર્દીને સારવાર આપવા માટે પરિવારને બે લાખ રૂપિયા જમા કરવા માટે ફરજ પાડી હતી. પરિવારે આ ઘટનાની ગંભીરતા જોતા મહામુસીબતે એક લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવી હતી. બીજા દિવસે પરિવાર દ્વારા 'મા કાર્ડ' ની પ્રોસેસ પણ પૂરી કરી દેવામાં આવી હતી. 'મા કાર્ડ'ના કર્મચારીઓને દર્દીના ફિંગરપ્રિન્ટની જરૂર હોય તો દર્દીના સગા સાથે હાર્ટ હોસ્પિટલ પહોંચતાં ડોક્ટર દ્વારા પહેલા બે લાખ રૂપિયાનું બિલ ભરો પછી દર્દીને મળવા દેવામાં આવશે. દર્દીના પરિવારજનો દ્વારા હોસ્પિટલ બહાર હોબાળો મચાવવામાં આવ્યો હતો.