ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સામે જંગ હારનારા ડૉ. ધડુકે રોગપ્રતિકારક શક્તિ વધારવા તુલસીના ઉપયોગ અંગે જાગૃતતા પ્રસરાવી હતી - મેડિકલ હોસ્પિટલ

આણંદ કૃષિ યુનિવર્સિટીના ઔષધિય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્રના વિભાગીય વડા ડૉ. એચ. એલ. ધડુકનું મંગળવારે કોરોનાથી અવસાન થયું છે. જેના કારણે આણંદ કૃષિ મહાવિદ્યાલય માં ઘેરાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ડૉ. ધડુકે કોરોનાકાળમાં કોરોના સંક્રમણમાં તુલસીનો ઉપચાર તરીકે તેમજ રોગપ્રતિકારક શક્તિને વધારવામાં ઉપયોગ થાય તે માટે ખૂબ પ્રયાસો કર્યા હતા.

કોરોના સામે જંગ હારનારા ડૉ. ધડુકે રોગપ્રતિકારક શક્તિ વધારવા તુલસીના ઉપયોગ અંગે જાગૃતતા પ્રસરાવી હતી
કોરોના સામે જંગ હારનારા ડૉ. ધડુકે રોગપ્રતિકારક શક્તિ વધારવા તુલસીના ઉપયોગ અંગે જાગૃતતા પ્રસરાવી હતી

By

Published : Mar 31, 2021, 4:17 PM IST

  • કોરોના સામે ઇમ્યુનિટીને વધારવા તુલસી છે લાભદાયી
  • કોરોના સામે તુલસીની માગને પહોંચી વળવા ડૉ.ધડુકે કર્યા હતા પ્રયત્નો
  • મંગળવારે કોરોના સામે જંગ હાર્યા હતા વૈજ્ઞાનિક ડો. ધડુક



આણંદ: કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. ધડુક છેલ્લા 15 દિવસથી કોરોના સંક્રમિત થતા કરમસદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાં તેમની તબિયત બગડતા મંગળવારે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. કોરોનાકાળમાં તુલસી પર સૌથી વધુ રિસર્ચ કરીને કોરોના સંક્રમણની સારવાર દરમિયાન તેનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં થાય, તે માટે ખૂબ પ્રયાસો કર્યા હતા. ડૉ. એચ. એલ. ધડુક દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોના કારણે ઘણા ખેડૂતોએ ઔષધિય પાક તુલસીની ખેતી કરવામાં પહેલ કરી હતી અને કોરોના મહામારી દરમિયાન ઔષધિય આર્ક અને ઉકાળામાં મહત્વની ભૂમિકા અદા કરતી તુલસીની માગને પહોંચી વળવા અગમચેતીના પગલાં લીધા હતા.

કોરોના સામે જંગ હારનારા ડૉ. ધડુકે રોગપ્રતિકારક શક્તિ વધારવા તુલસીના ઉપયોગ અંગે જાગૃતતા પ્રસરાવી હતી

આ પણ વાંચો:આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનું કોરોનાના કારણે મોત

અગાઉ પણ ખેડૂતોને જાગૃત કરવાના કર્યા હતા પ્રયાસો

ગત માર્ચ મહિનામાં કોરોના મહામારીની દેશમાં શરૂઆત થઈ ત્યારથી ડૉ. ધડુકના સકારાત્મક પ્રયત્નોથી ઘણા ખેડૂતો આયુર્વેદિક ઔષધિય પાકની ખેતી કરતા બન્યા હતા. આ ખેતી અંગે જાગૃતિ લાવવા માટે ડૉ. ધડુકે મીડિયા સમક્ષ આવીને અનેકવાર ખેડૂતોને જાગૃત કરવાના પ્રયત્નો કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details