કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીને લઈ એક્ટિવ રિસોર્ટ રાજનીતિમાં વહેંચાઈ - Rajya Sabha
રાજ્યસભાની ચૂંટણીના જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ચાર બેઠકો પર થનારી આ ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું હતું. હાલમાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામાં બાદ ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર પુનઃરિસોર્ટ રાજકારણની શરૂઆત થઈ છે.
આણંદ : ગુજરાત કોંગ્રેસમાંથી ધારાસભ્યોના રાજીનામાં પડ્યા બાદ કોંગ્રેસ દ્વારા રિસોર્ટ રાજકારણ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યસભાના કોંગ્રેસના પ્રથમ ઉમેદવાર શક્તિસિંહ અને બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકી આ બંન્નેને જીતાડવા માટે પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
પ્રદેશમાંથી કોંગ્રેસના ધારાસભ્યોને ઝોન પ્રમાણે જુદા જુદા સ્થાનોએ રાખવામાં આવ્યા છે. જેમાં રાજકોટ, અંબાજી અને આણંદમાં ધારાસભ્યોને રખાયા છે.
હાલ જો આણંદની વાત કરવામાં આવે તો ગઈકાલે જિલ્લામાં મધ્યગુજરાતના ધારાસભ્યોની હલચલ ચાલી રહી હતી. જેમાં ETV BHARATએ એક્સક્લુઝીવ અહેવાલ રજૂ કર્યો હતો. આજે પણ ઉમેટાના આ ફાર્મ હાઉસમાં કોંગ્રેસ દ્વારા ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. આ સાથે જ તેમના ભોજન અને અન્ય જરૂરતો માટે બહારથી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી રહી છે.