ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ જિલ્લામાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત બની દયનિય - કોવિડ 19 ન્યૂઝ

સમગ્ર ભારત દેશમાં લોકડાઉન છે, ત્યારે દરેક ક્ષેત્રમાં તેની અસર થઈ રહી છે ત્યારે સરકાર દ્વારા જીવંજરૂરી સામગ્રી નાગરિકોને મળતી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવી છે, પરંતુ આ વચ્ચે ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે.

આણંદ જિલ્લામાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત બની દયનિય
આણંદ જિલ્લામાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત બની દયનિય

By

Published : Apr 18, 2020, 8:32 PM IST

આણંદઃ જિલ્લામાં લોકડાઉનના કારણે શાકભાજીનો પાક પકવતાં ખેડૂતોની હાલત કફોડી બની છે એક તરફ ખેતરમાં શાકભાજીનો પાક તૈયાર છે અને APMCમાં સમય મર્યાદામાં વેચાણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જો APMCમાં વેચાણ કરવા પહોંચી પણ જાય છે, ત્યારે વેપારીઓ અને વચેટિયાઓ દ્વારા ભાવ ઓછો આપવામાં આવે છે.

આણંદ જિલ્લામાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત બની દયનિય
આ વિષય પર આણંદના ખેડૂત ફતેસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે મરચાનો ભાવ બજારમાં ખૂબ જ ઓછો મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ફક્ત 100 રૂપિયા મણ મરચા બજારમાં ખરીદવામાં આવ્યા છે, જેથી ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ગત વર્ષ 800 રૂપિયે મણનો ભાવ બજારમાં મળી રહ્યો હતો. પરંતુ લોકડાઉનના કારણે વેપારીઓ અને ખેડૂતો પાસેથી તળિયાના ભાવે પાક કરતા હોવાથી ખેડૂતોને મરચા વીણવાની મજૂરી પણ નીકળી ન શકે તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે.

તેમણે અપીલ કરી હતી કે, સરકાર દ્વારા શાકભાજી માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવે તો શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને લોકડાઉનમાં પાયમાલ થતા બચાવી શકાય હાલ તેમના જણાવ્યા અનુસાર એક વીઘા મરચાની ખેતીમાં તેમણે 1 લાખ કરતાં વધુ રૂપિયાની નુકસાની થવા પામી રહી છે. જ્યારે તેમણે પાંચ વીઘા મરચાની ખેતીમાં અંદાજે 500થી 600 મણ મરચાનો પાક નિષ્ફળ જઇ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details