આરોગ્ય કર્મચારીના આત્મહત્યાના પ્રયાસ મુદ્દે કર્મચારીઓની હડતાલ - Anand samachar
છેલ્લા દસ વરસથી આરોગ્ય ખાતામાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારી દ્વારા બુધવારે બપોરના સમયે જિલ્લા પંચાયત આરોગ્ય કચેરી ખાતે ઝેરી પદાર્થ પી લેતા ચકચાર મચી ગઇ હતી. સદનસીબે સમયસર સારવાર મળી જતા કર્મચારીનો જીવ બચી ગયો હતો.
![આરોગ્ય કર્મચારીના આત્મહત્યાના પ્રયાસ મુદ્દે કર્મચારીઓની હડતાલ aa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5981455-thumbnail-3x2-lgjsd.jpg)
આરોગ્ય કર્મચારીનો આત્મહત્યાના પ્રયાસ મામલે જિલ્લાના કરાર આધારિત કર્મચારીઓએ પાડી હડતાલ
આંણદઃ પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લા પંચાયતની આરોગ્ય કચેરીમાં બુધવારે બપોરના સમયે કરાર આધારીત નોકરી કરતા પ્રેમલ દવે નામના યુવક દ્વારા કાર્ડ રીન્યુ ન કરવા બાબતે કચેરીમાં જ ઝેરી પદાર્થ લેતા હડકંપ મચી ગઇ હતી. પંરતું સમયસર સારવાર મળી જતા કર્મચારીનો જીવ બચી ગયો હતો.
આરોગ્ય કર્મચારીના આત્મહત્યાના પ્રયાસ મુદ્દે કર્મચારીઓની હડતાલ