ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદ જિલ્લા કલેક્ટરની પ્રજાજોગ અપીલ, જાગૃત બનો સુરક્ષિત રહો

આણંદ જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ દ્વારા નાગરિકોને તેમના ઘરે કે રહેણાંક વિસ્તારમાં રાજ્યના કોઇપણ જિલ્લામાંથી કે અન્ય રાજ્યમાંથી કોઇ ઇસમ કે મહેમાન આવેલ હોય કે મુલાકાત લીધી હોય તો જિલ્લા પોલીસ અથવા આરોગ્ય તંત્રને જાણ કરવા સૂચના આપી છે.

District collector appeal to Citizen
જિલ્લા કલેક્ટરની પ્રજાજોગ સૂચના, જાગૃત બનો સુરક્ષિત રહો

By

Published : Apr 10, 2020, 11:51 PM IST

આણંદ : જિલ્લામાં કોરોનાના બે કેસ પૉઝિટિવ આવતા જિલ્લામાં કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ દ્વારા નાગરિકોને તેમના ઘરે કે રહેણાંક વિસ્તારમાં રાજ્યના કોઇપણ જિલ્લામાંથી કે અન્ય રાજ્યમાંથી કોઇ ઇસમ કે મહેમાન આવેલ હોય કે મુલાકાત લીધી હોય તો જિલ્લા પોલીસ અથવા આરોગ્ય તંત્રને જાણ કરવા સૂચના આપી છે. તેમજ આ સૂચનાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે. તદનુસાર પોલીસ કંટ્રોલ નંબર ૧૦૦, આરોગ્ય કંટ્રોલ નંબર ૦૨૬૯૨-૨૬૦૬૭૫ તેમજ જિલ્લા કંટ્રોલ રૂમ નંબર 02692-243222 ઉપર નાગરિકોને જાણ કરવા જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે.

આણંદ જિલ્લામાં લોકલ ટ્રાન્સમિસન થકી સંક્રમિત કોવિડ 19ના દર્દીઓ બહાર આવતા જિલ્લા કલેકટર દ્વારા જાહેર જનતા ને અપીલ કરવામાં આવી છે કે જિલ્લામાં આ મહામારીની બીમારી બહારથી આવેલ વ્યક્તિ કે બહારથી સંક્રમિત થઈને આવેલ વ્યક્તિઓના સંપર્કના કારણે ફેલાઈ રહ્યાનું અનુમાન છે. જેથી આ લોકલ સંક્રમણની ચેનને તોડવું આવશ્યક છે અને તેને શક્ય બનાવવા જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી હતી કે, તેમના આસપાસ કોઈ પણ વ્યક્તિ તાજેતરમાં બહાર થી આવ્યો હોય કે અન્ય કોઈ અજ્ઞાત વ્યક્તિ કે મહેમાન આવ્યા હોય તેની તંત્રને જાણ કરો, તંત્ર તેની તપાસ કરી આવશ્યક પગલાં ભરી જિલ્લામાં મહામારીની બીમારીનું સંક્રમણ ને ફેલાતું અટકાવી શકે.

ABOUT THE AUTHOR

...view details