ગુજરાત

gujarat

ETV Bharat / state

તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ થયો - Community Health Centre

આણંદ જિલ્લામાં આવેલ તારાપુરમાં આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હરિકૃષ્ણ સ્વામી ગોકુલધામ નારના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું

તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ થયો
તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ થયો

By

Published : Oct 12, 2022, 3:02 PM IST

આણંદ જિલ્લામાં આવેલ તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભકરવામાં આવ્યો છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હરિકૃષ્ણ સ્વામી ગોકુલધામ નારના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.

ડાયાલિસિસ સેન્ટર શરૂતારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાતસરકાર આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 188 જેટલા ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જે ડાયાલિસિસ સેન્ટરોનું તારીખ 11 ઓક્ટોબર ના ઈ.લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

તારાપુરમાં આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ

હરિકૃષ્ણ સ્વામીઆણંદ જિલ્લાના તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ સેન્ટરના ઈ.લોકાર્પણ કાર્યક્રમ બાદ તેનું બપોરે 1:30 કલાકે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જે પરમ પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી ગોકુલધામ નારના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.

અગ્રણીઓ ઉપસ્થિતઆ પ્રસંગે તારાપુર તાલુકા પંચાયત પ્રમુખ વિજય ભરવાડ, ડાયાલિસિસ સેન્ટરના હેડ મનોજ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ ડો. આર.બી.બૈસ, સીએચસી અધિકારી ભરત, કેળવણી મંડળ પ્રમુખ ભુપેન્દ્ર પટેલ, લાયન્સ કલબ પ્રધાન વિનોદ ભરવાડ, અર્બન બેક ચેરમેન ઠાકોરભાઇ પટેલ, દિનેશ નગરશેઠ, ભાનુશંકર જોષી, રોગી કલ્યાણ સમિતીના સદસ્યો, સહિત તારાપુરની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details