- આણંદના સાંઈબાબા મંદિરમાં દેવ દિવાળીની ઉજવણી
- સાંઈબાબા મંદિર દ્વારા અન્નકૂટ થકી કોરોના અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ
- કોરોના સામે લડતા કોરોના વોરિયર્સ નો માન્યો આભાર
- 51 કિલોની કોરોના આકારની કેક અન્નકૂટમાં સામેલ
આણંદ સાંઈબાબા મંદિરમાં દેવ દિવાળીની ઉજવણી થકી કોરોના સામે જાગૃતિ લાવવાનો પ્રયાસ
આણંદઃ સાઈબાબા મંદિરમાં અંદાજિત 1111 જેટલી વાનગીઓનો મહાઅન્નકુટ ધરાવવામાં આવ્યો હતો, જેમાં 55 કિલોગ્રામની વિશેષ કોરોના આકારની કેક ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ જનક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં ચાલી રહેલ વર્તમાન કોરોના કહેર વચ્ચે લોકોમાં કોરોના અંગે જાગૃતતા આવે તે અતિ આવશ્યક છે, માટે આ વર્ષના અન્નકૂટમાં કોરોના જાગૃતિ થીમ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આણંદ સાંઈબાબા મંદિરમાં દેવ દિવાળીની ઉજવણી થકી કોરોના સામે જાગૃતિ લાવવાનો પ્રયાસ કોરોના વાઈરસની ગંભીરતા વિશે લોક જાગૃતી
આ ઉજવણીમાં સરકારના નિયમોને ધ્યાને રાખી સામાજિક અંતર સાથે દર્શનાર્થીઓને દર્શન કરવા તથા વિનામૂલ્યે માસ્ક અને રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે હોમિયોપેથીક દવાનું પણ વિતરણ કરી કોરોના વાઈરસની ગંભીરતા વિશે લોકોને જાગૃત કરવા પ્રયત્ન હાથ ધરાયો હતો.
આણંદ સાંઈબાબા મંદિરમાં દેવ દિવાળીની ઉજવણી થકી કોરોના સામે જાગૃતિ લાવવાનો પ્રયાસ ધાર્મિક કાર્યક્રમો થકી નાગરીકોમાં જાગૃતતા લાવવાના પ્રયત્નો
ઉલ્લેખનીય છે કે જ્યારે દેશ,આવી જીવલેણ મહામારી સામે ઝઝૂમી રહ્યો હોય ત્યારે આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો થકી નાગરીકોમાં જાગૃતતા લાવવાના પ્રયત્નો કરવામાં આવે તો સરકારી નિયમોમાં થતા આકરા દંડ અને બેદરકારી થકી લાગતા સંક્રમણથી લોકોને બચાવી શકાય, આણંદ સાંઈબાબા મંદિર દ્વારા દેવ દિવાળીના દિવસે અન્નકૂટ થકી કોરોના સામે જાગૃતિ માટેનો આવેલ પ્રયત્ન ને શહેરમાં લોકોએ આવકર્યો હતો.