- ઉમરેઠના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
- જે પી સોલંકી ઉમરેઠ મામલતદાર કચેરીમાં બજાવે છે ફરજ
- 2,25,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો નાયબ મામલતદાર.
- એસીબી દ્વારા જે.પી.સોલંકી ની કરાઈ અટકાયત
આણંદ : આણંદ જિલ્લો તે રાજ્ય માં સૌથી વધુ NRI ધરાવતા જિલ્લા તરીખે ઓળખ ધરાવે છે, તેવામાં જાણે સરકારી અધિકારીઓની ક્યાંક એવી માનસિકતા બંધાઈ ગઈ છે કે, આણંદ એટલે આર્થિક આનંદ અને તેનજ ફળ સ્વરૂપે લાગી રહ્યું છે કે લાલચી અને ભ્રષ્ટ અધિકારીઓ આ જિલ્લામાં અડિંગા જમાવી બેઠા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યના ઇતિહાસમાં સહુથી મોટી 50 લાખ ની અધધ લાંચ પ્રકરણનો આરોપી ASI પ્રકાશ રાઓલ નો કાંડ આણંદ માં સામે આવ્યો હતો, જે હજુ પ્રજા ભૂલી નથી ત્યાં અન્ય એક લાખો રૂપિયા ની લાંચ નું પ્રકરણ સામે આવ્યું છે જેમાં વધુ એક સરકારી ટેબલ નિચે લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે.
ઉમરેઠના નાયબ મામલતદાર જયપ્રકાશ લાખોની લાંચ લેતા ઝડપાયો. દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણિત કરવા માટે 3,00,000 ની માંગની કરવામાં આવી હતી
ફોટા માં દેખાતો આ વ્યક્તિ આણંદ જિલ્લામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો જયપ્રકાશ પુરષોત્તમ સોલંકી છે, જે આણંદના ઉમરેઠ તાલુકામાં ઇ-ધાર મામલતદાર તરીખે ફરજ બજાવે છે, જયપ્રકાશ દ્વારા કોઈ અરજદાર પાસે તેના જમીન અંગે આ દસ્તાવેજ અને વેચાણ દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણિત કરવા માટે 3,00,000 ની માંગની કરવામાં આવી હતી. જે લાંચ અરજદાર આપવા માંગતો ન હતો, આ અંગે અરજદારે સમગ્ર માંગ અંગે ACB ને જાણ કરી એક જાગૃત નાગરિકની ફરજ બજાવી હતી. ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર જયપ્રકાશ દ્વારા ફરીયાદીના કાકા પાસે મંગેલી લાખો રૂપિયાની લાંચ અંતે 2.25 લાખ માં નક્કી કરીને આજે આ રકમ સ્વીકારતા ઉમરેઠ તાલુકાના તાડપુર ચોકડીએ આવેલ અમન કોમ્પલેક્ષ પાસેથી રંગે હાથે ઝડપાઇ ગયો હતો.
આ પણ વાંચો : રામોલ પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ ઝડપાયા
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓ દ્વારા જયપ્રકાશની વિધિવત અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે
વિચારવા જેવી બાબત એ છે કે, જમીન ખરીદી પ્લોટીંગ પાડી કન્સ્ટ્રકશનનું કામ કરવા માંગતા અરજદાર જેના ક્ષેત્રફળ બાબતે ક્ષતિ જણાતા ક્ષતિ સુધારણાનો દસ્તાવેજ કરી વેચાણ દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણિત કરવા માટેના સામાન્ય કામ માટે ઉમરેઠની મામલતદાર કચેરી ખાતે ફરજ પર હાજર જયપ્રકાશ ને મળતા આ કામ પેટે તેણે પ્રથમ રૂપિયા 3 લાખની લાંચની માંગણી કરી હતી. જેથી અરજદાર કંઇક ઓછું કરવા જણાવતા છેલ્લે રૂપીયા 2.25 લાખ લાંચ પેટે જયપ્રકાશ એ અરજદાર પાસે માંગતા અરજદાર લાંચના નાણાં આપવા માંગતા ન હોઇ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકામાં જયપ્રકાશ ફરીયાદી પાસેથી લાંચના નાણાં સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જેની અટકાયત કરી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ના અધિકારીઓ દ્વારા જયપ્રકાશની વિધિવત અટકાયત કરી તેના વિરુદ્ધ મળેલી ફરિયાદ આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આગામી સમયમાં આરોપી પાસેથી અઢળક બેનામી સંપત્તિ મળી આવે તેવી સંભાવના વધી રહી છે ત્યારે તેના અને તેના મડતીયો અને પરિવાર સદસ્યો ના નામે અનીતિ ના નાણાં ક્યાં ક્યાં રોક્યા છે તે તમામ અંગે ઝીણવટભરી તાપસ હાથધારવા આવે તે આવકાર્ય બની રહે છે.
આ પણ વાંચો : સોનગઢના માલવણ ગામે માતાની હત્યામાં કોર્ટે પુત્રને આજીવન કેદની સજા ફટકારી
આ પહેલા ASI તરીખે ફરજ બજાવતો પ્રકાશસિંહ રાઓલ 50 લાખના લાંચ પ્રકરણમાં ઝડપાયો હતો
આણંદ જિલ્લામાં પહેલા આર આર સેલ માં ASI તરીખે ફરજ બજાવતા પ્રકાશસિંહ રાઓલ 50 લાખ ની લાંચ પ્રકરણ માં ઝડપાયો હતો અને હવે જયપ્રકાશ લાખો ની લાંચ લેતા ઝડપાયો છે. ત્યારે હવે જિલ્લામાં જવાબદારી ને આર્થિક માપદંડ માં તોલી ને ફરજ ની બોલી લગાવતા આવા ભ્રષ્ટ અને લાલચુ અધિકારીઓ પર સરકાર દ્વારા કડક વલણ અપનાવી આવા ભ્રષ્ટાચારી કર્મચારીઓ દ્વારા પ્રજાના પરસેવા ની કામણી ખોટી સત્તા ના દુરઉપયોગ દ્વારા ઉભી કરવામાં આવેલી બેનામી સંપત્તિ ને ખુલ્લી પાડવામાં આવે તેવી માંગ ઉઠતી નજરે પડી રહી છે.