ગુજરાત

gujarat

ETV Bharat / state

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજીનામું આપવું જોઇએઃ જયંત બસ્કી - Deputy Chief Minister Nitin Patel

કોરોનના વધાતા સંક્રમણને લઇને NCP પ્રમુખ જયંત બોસ્કીએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો અને લોકડાઉન એક માત્ર વિકલ્પ છે. તેમ પત્રમાં તેમણે ઉલ્લેખ કરી સરકારને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત કરી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજીનામું આપવું જોઇએ તેમ જણાવ્યું હતુ.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજીનામું આપવું જોઇએઃ જયંત બસ્કી
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજીનામું આપવું જોઇએઃ જયંત બસ્કી

By

Published : Apr 13, 2021, 8:11 PM IST

  • કોરોનાની બીજી લહેર ઘાતક
  • NCP પ્રમુખ જયંત બોસ્કીએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
  • NCP પ્રદેશ પ્રમુખ જયંત પટેલે લોકડાઉન લાદવા પત્રમાં કર્યો ઉલ્લેખ

આણંદઃ કોરોનાની બીજી લહેર ઘાતક સ્વરૂપ ધારણ કરી રહી છે, તેને ધ્યાને લેતા NCP પ્રમુખ જયંત બોસ્કીએ મુખ્યપ્રધાનને પત્ર લખી લોકડાઉન એક માત્ર વિકલ્પ હોવાનું જણાવ્યું છે. NCP પ્રદેશ પ્રમુખ જયંત પટેલે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન પણ ન મળતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરી સરકારને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત કરી હતી અને વધતા સંક્રમણને કાબૂમાં લેવા રાજ્યમાં લોકડાઉન લગાવા પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. જયંત પટેલે મીડિયા સમક્ષ પત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં વધતા સંક્રમણથી થતા મૃત્યુ માટે સરકાર જવાબદાર છે અને તે સ્વીકારતા આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજીનામું આપવુ જોઇએ.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજીનામું આપવું જોઇએઃ જયંત બસ્કી

આ પણ વાંચોઃગુજરાત NCPના નવા પ્રમુખ બન્યાં જયંત પટેલ, આજથી વિધિવત સંભાળ્યો ચાર્જ

  • NCP પ્રમુખ જયંત બોસ્કીએ લખ્યો મુખ્યપ્રધને પત્ર
  • જયંત બોસ્કીએ વધતા કોરોના કેસને લઇને મુખ્યપ્રધને કરી રજૂઆત
  • જયંત બોસ્કીએ જણાવ્યું લોકડાઉન એક માત્ર વિકલ્પ
  • રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન પણ ન મળતા હોવાનો પત્રમાં ઉલ્લેખ
  • વધતા સંક્રમણને કાબૂમાં લેવા રાજ્યમાં લોકડાઉન લગાવા લખ્યો પત્ર
  • સંક્રમણથી થતા મૃત્યુ માટે સરકાર જવાબદાર

આ પણ વાંચોઃસાંસદ મનસુખ વસાવાએ જંબુસરમાં કોવિડ સેન્ટર શરૂ કરવાની માગ સાથે આરોગ્ય પ્રધાનને લખ્યો પત્ર

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર સાબિત થઈ રહી છે, જિલ્લામાં કરોનાના સંક્રમણનો ભોગ બનેલા દર્દીઓના આંકડા ચિંતા જનક રીતે વધી રહ્યા છે. આણંદ નગરપાલિકામાં એપ્રિલ માસમાં મૃત્યુઆંક 200 પાર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં હાઉસફૂલ થઇ છે. ત્યારે ફેલાતા સંક્રમણને કાબૂમાં લેવા જયંત પટેલે સરકારને પત્ર લખ્યો તે ચર્ચોઓએ રાજકારણમાં વેગ પકડ્યો છે.

ABOUT THE AUTHOR

...view details