- તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી NDRFની ટીમ પહોંચી ખંભાત
- પૂનાથી એરલિફ્ટ કરી NDRFની ટીમને ખંભાત મુકવામાં આવી
- ખંભાતના રાલજ અને ધુવારણમાં NDRFની ટીમ તહેનાત કરાઈ
આણંદઃ તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખી આણંદ જિલ્લામાંં પણ તેની અસર જોવા મળી શકે છે, જેને ધ્યાનમાં રાખી ખંભાત તાલુકાના કાંઠા ગાળાના નીચાણવાળા વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સ્થાનિકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા NDRFની 2 ટુકડીઓ રાલજ અને ધુવારણ ખાતે તહેનાત રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃNDRFની ટીમ દાંડી દરિયા કિનારે પહોંચી
રાજ્ય સરકારે જરૂરી કાર્યવાહી હાથ ધરી
સમુદ્રમાં ઉદ્ભવેલું તૌકતે વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ગુજરાતના સમુદ્રના કિનારે અથડાવવાના જોખમને પગલે રાજ્ય સરકારે તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે, જેના ભાગરૂપે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં 2 મથકો પર NDRFની ટુકડી તહેનાત રાખવામાં આવી છે.