આણંદઃ 10 તારીખે રામનવમીના (Ramnavmi 2022 )દિવસે ખંભાતના શક્કરપુર ગામમાં નીકળેલ શોભાયાત્રા પર જે પ્રમાણે એકતરફી પથ્થરમારો થવાની ઘટના બની હતી. તે બાદ સમગ્ર રાષ્ટ્રમાં આ મુદ્દે અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. પોલીસ તપાસમાં પણ ચોંકાવનારી માહિતી સપાટી પર આવી છે. તેવી પરિસ્થિતિ વચ્ચે આજે ખંભાતના પ્રાંત અધિકારીની ટીમ દ્વારા શક્કરપુર ગામમાં બુલડોઝર ( (Demolition in Khambhat))ચલાવવામાં આવ્યાં હતાં. ખંભાતના શક્કરપુરમાં હાથ ધરાયેલ ડીમોલેશન અને સાફ-સફાઈની કામગીરી ખંભાતના પ્રાંત અધિકારી નિરૂપા ગઢવી અને ડીવાયએસપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં હાથ ધરવામાં આવી હતી. પથ્થરમારા થયેલ સ્થળ પરથી લારી અને કેબિનોના દબાણોને (illegal occupation in Khambhat Shakkarpura )હટાવાયા હતાં.
ઝાડીઝાંંખરાની સાફસફાઈ - મહત્વનું છે કે શક્કરપુર ગામમાં જે પ્રકારે પૂર્વ આયોજિત કાવતરું ઘડી જે વિસ્તારમાંથી ઝાડીઓની આડમાં પથ્થરમારો કરવાની ઘટના બની હતી ત્યારે તે વિસ્તારને પણ તંત્ર દ્વારા jcb ચલાવી સાફ સફાઇ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે શક્કરપુર ગામની બહાર આવવાના માર્ગ પર આવેલી દરગાહ, કબ્રસ્તાન અને એક ખાનગી પ્લોટમાં ઉગી નીકળેલા ઝાડીઝાંખરાની આડમાં તોફાની તત્વોએ તેમનો મનસૂબો પાર પાડવા આતંક મચાવ્યો હતો. તે સ્થળને હવે સાફ કરી ખંભાત પ્રાંત અધિકારી દ્વારા ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવા જેવી કામગીરી કરવામાં આવી રહી છે.
કામગીરીની સ્ટાઇલની નોંધ લેવાઈ- સમગ્ર મામલે જ્યારે આ પ્રકારે દબાણ હટાવવાની યોગી સ્ટાઇલથી કામગીરી કરવામાં આવી છે. ત્યારે ખંભાત નાગરિકો પણ અપેક્ષા રાખી રહ્યા છે કે હવે તંત્ર ખંભાત શહેરમાં પણ ગેરકાયદે ઊભા થયેલા દબાણોને દૂર કરશે અને આ પ્રકારની જે તોફાની પ્રવૃત્તિને માનસિકતા ધરાવતા લોકો છે તેમના ઉપર અંકુશ મેળવાય. આગામી સમયમાં ખંભાતમાં આ પ્રકારની કોમી દંગા કરાવતી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે પ્રકારની કામગીરી કરાય.