ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાત–તારાપુરના 75 ગામને સિંચાઇ માટે નર્મદાનું પાણી આપવા માગણી - સિંચાઈનું પાણી

આણંદ જિલ્લામાં સમાવેશ ભાલપંથકના ખંભાત, તારાપુર ઉપરાંત ખેડાના માતર તાલુકાના 75થી વધારે ગામોમાં સિંચાઇ માટેની જમીનમાં છેલ્લા વીસ વર્ષથી મહી, કડાણા અને વણાકબોરી ડેમનું પાણી સંઘર્ષ અને આંદોલન વિના ન મળવાને કારણે ખેડૂતોએ હવે નર્મદા ડેમનાં સિંચાઇ વિસ્તારમાં આ ગામોને સમાવવા માગણી કરી છે. આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ખંભાત–તારાપુરના 75 ગામને સિંચાઇ માટે નર્મદાનું પાણી આપવા માગણી
ખંભાત–તારાપુરના 75 ગામને સિંચાઇ માટે નર્મદાનું પાણી આપવા માગણી

By

Published : Aug 20, 2021, 3:00 PM IST

  • તારાપુર ખંભાત માતરના ખેડૂતોની ખેતી માટે પાણીની માગણી
  • નર્મદા કડાના ના પાણી સિંચાઈ માટે આપવા કરી માગણી
  • 75 જેટલા ગામની 50 હજાર હેકટર જમીનમાં પીયતના પાણીની તંગી



આણંદઃ સિંચાઇ માટેની જમીનમાં છેલ્લા વીસ વર્ષથી મહી – કડાણા – વણાકબોરીનું પાણી નહીં મળવાને કારણે ખેડૂતોને ખૂબ હાલાકી પડી રહી છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ખંભાત, તારાપુર અને માતર તાલુકાના 75થી વધારે ગામોની જમીન મહી, કડાણા, વણાકબોરી ડેમના સિંચાઇ વિસ્તાર હેઠળ આવે છે. છેલ્લા વીસ વરસથી મહી, કડાણા ડેમ ઉપર ઉત્તર ગુજરાતને સિંચાઇ માટે પાણી આપવા માટે હાઈબેન્કીંગ કેનાલ બનાવી ઉત્તર ગુજરાતને પાણી સિંચાઇ માટે અપાય છે. પરંતુ ભાલ પંથકના વિસ્તારમાં આવેલા કનેવાલ તલાવ અને પરીએજ તલાવનું પાણી કનેવાલ જુથ પાણી પુરવઠા યોજના અને પરીએજ જૂથ પાણી પુરવઠા યોજના મારફતે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના લોકો, પશુઓને પીવા અને વપરાશ માટે અપાય છે. તેનો અમને કોઇ વાંધો નથી. પરંતુ ચાલુ વરસે 2021-22ની ખરીફ સીઝનમાં સરકાર દ્વારા 7મી ઓગષ્ટ,2021થી મહી – કેનાલ નહેરોમાં 6500 ક્યુસેક પાણી છોડ્યું છે.

વરસાદ પણ ન આવતાં સ્થિતિ કફોડી બની

બીજી બાજુ વરસાદ બિલકુલ નથી. ડાંગરના ધરૂવાડીયા, પાક સુકાય છે. હજુ આજદીન સુધી અમો છેવાડાના વિસ્તારના ખેડૂતોને બિલકુલ પાણીનું ટીપું પણ સિંચાઇ માટે મળતું નથી. આ ગામોને પાણી નહીં મળવાથી ખેડૂતોની જમીનનો પાક નાશ પામતો જાય છે અથવા ઉત્પાદન ઓછું થતું હોય છે. તેના કારણે દરેક ખેડૂતો દેવાના ડુંગર નીચે કચડાઇ જાય છે.

નર્મદા ડેમનાં સિંચાઇ વિસ્તારમાં આ ગામોને સમાવવા માગણી

20 વર્ષથી સિંચાઈના પાણીની માગણી સામે નઘરોળતા
ખેડૂતોને વીસ વર્ષ જેટલા સમયથી મહી – વણાંક બોરી, કડાણા ડેમનું પાણી સમયસર નહીં મળવાથી સરકાર સામે અધિકારીઓ સામે સિંચાઇના પાણી માટે સંઘર્ષ, દેખાવો, ઉપવાસ, રસ્તા રોકો આંદોલન કરવા પડે છે. છતાં સમયસર અને પૂરતું પાણી મળતું નથી. આ ઉપરાંત 75 જેટલા ગામોમાં ભૂગર્ભ જળ ખારા હોવાથી એક પણ બોરકૂવાની પાણીની પીયતની સગવડ નથી.

હવે ખેડૂતો આકરે પાણીએ

સિંચાઇ માટે નહેરનું પાણી એજ સિંચાઇનો વિકલ્પ છે. આથી, 2022-23ની ખરીફ સીઝન પહેલા ખંભાત, તારાપુર અને માતર તાલુકાના ગામોને નર્મદા યોજનાના સિંચાઇ વિસ્તારના કમાન્ડમાં સમાવેશ કરવા ખેડૂતોની માગણી છે. જો તેમ નહીં થાય તો જાન્યુઆરી 2022થી સરકાર સામે નર્મદા ડેમના સિંચાઇ કમાન્ડ વિસ્તારમાં સમાવવા માટે ખેડૂતોને આંદોલન કરવાની ફરજ પડશે.

આ પણ વાંચોઃ સરકારના આદેશ પછી મહીસાગરના કડાણા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું

આ પણ વાંચોઃ ખેડામાં સિંચાઈ માટે તળાવમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આવેદન પત્ર આપ્યું

ABOUT THE AUTHOR

...view details