ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદના પેટલાદમાં અશાંત ધારની ઉઠી માંગ, જાણો કેમ ?

પેટલાદના આજણાવાડ વિસ્તારમાં (Demand Ashant Dharo in Petlad of Anand) અશાંત ધારો લાગુ કરવાની માગ કરવામાં આવી છે. આ સંદર્ભે આંજણાવાડ સમાજના લોકો દ્વારા પેટલાદ ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતુ.

આણંદના પેટલાદમાં અશાંત ધારની ઉઠી માંગ, જાણો કેમ ?
આણંદના પેટલાદમાં અશાંત ધારની ઉઠી માંગ, જાણો કેમ ?

By

Published : Feb 10, 2022, 11:19 AM IST

આણંદ:આણંદ જિલ્લાના પેટલાદ શહેરના આંજણાવાડ વિસ્તારમાં (Demand Ashant Dharo in Petlad of Anand) અશાંત ધારો લાગુ કરીને અહીંયા કાયમી પોલીસ ચોકી ઉભી કરવાની માંગણી કરવામાં આવી છે. આ સંદર્ભે આંજણા સમાજના લોકો દ્વારા પેટલાદ ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતુ. પેટલાદ આંજણાવાડ વિસ્તારની કુલ વસ્તી 575ની છે, લગભગ દોઢ સો વર્ષથી આ વિસ્તારમાં આંજણા પટેલ, ચૌધરી સમાજના પરિવારો રહે છે.

આણંદના પેટલાદમાં અશાંત ધારની ઉઠી માંગ, જાણો કેમ ?

આ પણ વાંચો:ગુજરાતમાં અશાંત ધારો શા માટે ? તેનાથી શું થશે ફાયદો ?

આંજણાવાડ સમાજના સભ્યો ઘરબાર વેચવા મજબૂર બન્યાં

આંજણાવાડ વિસ્તારમાં 1970-71થી કોમી તોફાન, કોમી રમખાણો, હુલ્લડ થતા આવ્યા છે. આ બાબતે કોઈ સમાધાન થયું નથી. આથી, આંજણાવાડ સમાજના સભ્યો ઘરબાર વેચવા મજબૂર બન્યાં છે. પેટલાદના આંજણાવાડમાં કોમી તોફાન, રમખાણોમાં પોલીસ સ્ટેશન, કોર્ટ કચેરીના ધક્કા રહિશો ખાઈ રહ્યાં છે. આ વિસ્તારના અનેક યુવાનો સામેલ ન હોવા છતા તેઓ ભોગ બન્યા છે અને તેમનું જીવન અંધકારમય બની ગયું છે. જે પરિસ્થિતિઓનો સામનો આવનારી પેઢીને ન કરવો પડે તે હેતુને ધ્યાને રાખી રજૂઆત કરવામાં આવી છે.

પેટલાદ ચીફ ઓફિસરને આવેદનપત્ર

આ પણ વાંચો:કાલોલના વેજલપુરમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ, જાણો કેમ?

આંજણાવાડ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માગ

રજૂઆતમાં આંજણાવાડના રહિશોએ જણાવ્યું હતું કે, કેટલાક ઘર પર વિધર્મી સંપ્રદાયના લોકો દ્વારા હેરાન પરેશાન, જબરજસ્તી કરી, પજવણી કરી આડકતરી રીતે વેચવા માટે મજબૂર કરી ખરીદી કરી ચૂક્યા છે, જેથી તાત્કાલિક આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માગણી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details